ધનતેરસે રૂપિયા 75000 કરોડની 15 ટન જ્વેલરીનું વેંચાણ, હજુ આગામી બે દીવસ દરમિયાન 30 ટનથી વધુ સોનાનું વેંચાણ થવાની અપેક્ષા : CAITનો અહેવાલ
DIAMOND TIMES – રંગબેરંગી રોશનીની સાથે દીવાળી પુર્વે સોનાનો ચળકાટ પણ વધ્યો છે.કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) સંસ્થાના અહેવાલ મુજબ ધનતેરસે 75 હજાર કરોડ રૂપિયાની 15 ટન ગોલ્ડ જ્વેલરીનું વેચાણ થયુ હોવાનો અંદાજ છે.
CAITના અહેવાલ મુજબ માત્ર દિલ્હીમાં 1 હજાર કરોડનું સોનું વેચાયું છે.જ્યારે મહારાષ્ટ્રમાં 1500 કરોડ,ઉતર પ્રદેશમાં 600 કરોડ,દક્ષિણ ભારતમાં 2 હજાર કરોડનું સોનુ વેંચાયુ હોવાનો અંદાજ છે.ઑલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલના અહેવાલ મુજબ વર્ષ 2019 ની તુલનામાં ચાલુ વર્ષે ધનતેરસના દીવસે સોનાના વેચાણમાં 20 ટકાનો વધારો થયો છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના સીઇઓ સોમસુંદરમે જણાવ્યું હતું કે સોનાની નીંચી કીંમત , ચોમાસુ સારૂ જતા ગ્રામિણ માંગ અને કોરોનાની સ્થિતિ હળવી થવા સહિતના સકારાત્મક પરિબળોના કારણે સોનાના વેચાણમાં ઉછાળો આવ્યો છે.