ઈચ્છાપોરમાં નિર્માણ થનાર જ્વેલરી મોલને જંગી પ્રતિસાદ: આઠ ઝવેરીઓએ ઓન ધ સ્પોટ બુકીંગ કરાવ્યુ

37

ગુજરાત હીરા બુર્સના આમંત્રણને માન આપી ગુજરાત-મુંબઈના 400 વેપારીઓએ ઈચ્છાપોરમાં નિર્માણા થનાર જ્વેલરી મોલની મુલાકાત લીધી.

www. gujrathirabourse.org પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.જેને આગામી 20 ડીસેમ્બર દરમિયાન ભરીને પરત કરી શકાશે.

DIAMOND TIMES – ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી પાર્કની 50 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં વર્લ્ડ ક્લાસ જ્વેલરી મોલ બનાવવાનો ગુજરાત હીરા બુર્સ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે.જ્વેલરી મોલના સંકલ્પને સાકાર કરવા ગુજરાત હીરા બુર્સના સેક્રેટરી નાનુભાઈ વાનાણી દ્વારા સધન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે દેશના જ્વેલર્સને આ જ્વેલરી મોલની જરૂરીયાત અંગે અભિપ્રાય મેળવવાના આશયથી ઈચ્છાપોર જ્વેલરી પાર્કની વિઝીટ કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા.જેને માન આપી ગત તારીખ 5 ડીસેમ્બરના રોજ ગુજરાત-મુંબઈના 400 વેપારીઓ એ ઈચ્છાપોરમાં નિર્માણા થનાર જ્વેલરી મોલની મુલાકાત લીધી હતી.આ મુલાકાતીઓ પૈકી 500 ઝવેરીઓએ તેમા રસ દાખવી ફોર્મ લીધા હતા જ્યારે 8 ઝવેરીઓએ 1 હજાર હજાર સ્ક્વેર ફૂટના શો-રૂમનું ઓન ધ સ્પોટ બુકીંગ કરાવ્યુ હતુ.

વર્લ્ડ ક્લાસ જ્વેલરી મોલ દરેક આધુનિક સગવડતાથી સુસજ્જ હશે : નાનુભાઈ વાનાણી

ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી પાર્કની 50 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં રૂપિયા 850 કરોડના ખર્ચે નિર્માણ થનાર વર્લ્ડ ક્લાસ જ્વેલરી મોલ દરેક આધુનિક સગવડતાથી સુસજ્જ હશે એમ ગુજરાત હીરા બુર્સના સેક્રેટરી નાનુભાઈ વાનાણીએ જણાવ્યુ હતુ.જ્વેલરી મોલમાં કુલ 4 ફ્લોર હશે.ઉપરાંત તેમાં કોન્ફરન્સ હોલ,ઓડિટોરિયમ,આંગડિયા,બેન્ક, લોકર, કુરિયર , સિક્યોરીટી,ચિલ્ડ્રન પ્લે એરિયા, હોટલ,રેસ્ટોરન્ટની પણ સુવિધા આપવામાં આવશે.

વધુમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં ગુજરાત હીરા બુર્સે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને 8 હજાર વાર જગ્યા ફાળવી છે.જેમા આગામી ટુંક સમયમાં જીજેઇપીસી દ્વારા કોમન ફેસિલિટી સેન્ટરની સ્થાપના કરવામાં આવનાર છે.આ કોમન ફેસિલિટી સેન્ટર જ્વેલર્સને નવી ટેકનોલોજી સહિતની સુવિધા અપાશે.મોલમાં નાના જ્વેલર્સ દ્વારા નાની-શોપની જરૂરીયાતના અભિપ્રાયને ધ્યાનમાં રાખી 400 થી 500 ફૂટની શોપ માટે અલગથી બિલ્ડિંગ બનાવવાનું આયોજન પણ વિચારણા આધિન છે.

જ્વેલરી મોલની કીંમત હજી નક્કી નથી.પરંતુ નહીં નફો નહીં નુકસાનના ધોરણે બનાવાશે.ગ્રાઉન્ડ ફ્લોર,પહેલો, બીજો,ત્રીજો અને ચોથો માળ એમ ચારેય માળની દરેક શોપની કિંમત અલગ અલગ હશે.દરેક ફ્લોરની શોપની ફાળવણી એક કમિટી બનાવી ડ્રો દ્વારા પારદર્શક રીતે કરવામાં આવશે.કમિટી બન્યા બાદ જો કોઈ નવી પદ્ધતિ બતાવશે તો તેના વિશે પણ વિચારવામાં આવશે.ગુજરાત હીરા બુર્સ કમિટી સાથે સંકળાયેલા એસોસિએશનો મળીને તમામ ફોર્મની સ્ક્રુટીની કરશે અને ત્યાર બાદ પ્લાનિંગનું કામ શરૂ થશે.ટાર્ગેટ પ્રમાણે 2025 સુધીમાં મોલનું કામ પૂર્ણ કરીને કાર્યરત કરવામાં આવશે.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા દ્વારા રજીસ્ટ્રેશન કરનાર ઝવેરીઓનો GST નંબર ફરજિયાત લઈ કેટલી જગ્યા જોઈએ છે તેનું સજેશન લેવાની ભલામણ કરવામાં આવી હતી.ઉપરાંત માત્ર ઝવેરી કંપનીઓને જ શોપની ફાળવણી કરવામાં આવશે,જેને રિસેલ કરવાના હક્કો આપવામાં નહી આવે.