કોરોનાના કપરા કાળમાં પણ હીંમત,સાહસ અને પ્રતિભાના જોરે ખુબ લડી મર્દાની,સુરતની ઉધમ સાહસિક સન્નારી
DIAMOND TIMES – શુભ ઇરાદા સાથે ઇમાનદારીથી કોઇ પણ સેવાકાર્ય શરૂ કરવામાં આવે તો લોકો તરફથી ભરપુર સહયોગ મળે જ છે.આ બાબત ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનના ઉત્સાહી પ્રમુખ-હોદ્દેદારો અને સેવાભાવી સંસ્થાઓએ ફરી એક વખત સાબિત કરી દીધી છે.ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન(DICF), મુસ્કાન ફેમિલી ચેરી ટેબલ ટ્રસ્ટ અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે એક પહેલ,એક પ્રયાસ કાર્યક્રમ અંતર્ગત મહીલા ઓને આત્મનિર્ભર બનાવવાના શુભ અને ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજીત કરેલા બે દિવસીય એક્ઝિબિશનને સહુના સહીયારા પ્રયાસ થકી ઝળહળતી સફળતા મળી છે.
આ આયોજન અંગે DICFના પ્રમુખ નિલેશ બોડકી અને મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ દાઢીએ કહ્યુ કે કોરોનાના કપરા કાળમાં પણ હીંમત, સાહસ અને પ્રતિભાના જોરે લડેલી મર્દાની સુરતની ઉધમ સાહસિક સન્નારીઓ વ્યવસાયમાં આગળ વધે અને મજબુત પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તેમજ એક રૂપિયાની વસ્તુનો એક ડોલરની કીંમતે વેપાર કરતી થાય તે હેતુસર પટેલ સમાજની વાડી, મિની બજાર સુરત ખાતે આયોજીત બે દિવસીય પ્રદર્શનમાં 80 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.જેમા અવનવા પ્રકારની રાખડીઓનો ખજાનો, હેન્ડલુમ,કપડા હેન્ડીક્રાફ્ટ અને ગૃહ ઉદ્યોગની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કમ વેંચાણ કરવામાં આવ્યુ હતુ.જેમા બે દિવસમાં 8 લાખ 93 હજારનો વેપાર થયો હતો.