સડોદરમા જયેશભાઈ રાદડીયાની જંગી જનસભા : કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

1852

ભાજપા રાષ્ટ્ર હીતને વરેલી પાર્ટી છે.જેથી પરિણામ ભલે ગમે તે આવે પરંતુ રાષ્ટ્રવાદ , વિચારધારા કે વિકાસની વાતમાં અમોએ ક્યારેય બાંધછોડ નથી કરી . કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાં 370 ની કલમ એક જ ઝાટકે દુર કરી કાશ્મીરની વર્ષો જુની સમસ્યા નેસ્તનાબુદ કરી દીધી છે. અમારો મુદ્દો વિકાસ અને રાષ્ટ્રવાદનો છે. જેને લઈને અમો જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ : જયેશભાઈ રાદડીયા  

ડાયમંડ ટાઈમ્સ
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં ચુંટણી સભાને સંબોધી હતી.સભામા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જયેશભાઈ રાદડીયાએ કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે માહિતિ આપતા ભાજપાની વિચારધારાને વળગી રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિરોધીઓની વાતમા આવ્યા વગર તાલુકા-જિલ્લા પંચાયતની ચુંટણીઓમા ભાજપના નિશાન પર બટન દબાવી ભાજપને જંગી બહુમતિથી જીતાડવા ઉપસ્થિત જનમેદનીને તેમણે અપીલ કરી હતી.તો તાલુકા પંચાયત-જિલ્લા  પંચાયતના ચુંટણી જંગમા ભાજપાને ઝળહળતી જીત અપાવવા પુરા ઉત્સાહ સાથે કામે લાગી જવા કાર્યકરોને પ્રોત્સાહિત પણ કર્યા હતા.જ્યેશભાઈ રાદડીયાની સાથે સડોદર ગામના સરપંચ અશોક ચોવટીયા સહીતના ભાજપાના અનેક આગેવાનોએ મંચને શોભાવ્યો હતો.

 

જયેશભાઈ રાદડીયાએ કહ્યુ કે અમે વિકાસ અને રાષ્ટ્રહીતની વાત લઈને ચુંટણીના મેદાનમા હોઇએ છીએ.તેમણે સમાજવાદ અને જ્ઞાતિવાદનું રાજકારણ કરતા કરતા તત્વો પર પ્રરાહ કરતા કહ્યુ કે વિરોધીઓ સમાજવાદ અને જ્ઞાતિવાદની ગંદી રાજનીતી કરી રહ્યા છે.જેનાથી અંતે તો સમાજને જ નુકશાન થાય છે. તેમણે કહ્યુ કે સરકારની દરેક યોજનાઓનો કોંગ્રેસ આંધળો વિરોધ કરી રહી છે.ઉપલી નેતાગીરીના ઈશારે કોંગ્રેસનું કામ સરકારની દરેક યોજનાનો આંખ બંધ કરીને વિરોધ કરવાનુ જ છે.કોંગ્ર્સ પાસે અન્ય કોઇ મુદ્દાઓ જ નથી.પરંતુ સહુ કોઇ જાણે છે કે નર્મદા યોજના,જ્યોતિગ્રામ યોજના સહીત ભાજપ સરકારની અનેક વિકાસલક્ષી – પ્રજાલક્ષી યોજનાઓથી ગામડામા વસતા છેવાડાના માનવી, ખેડુતો સહીત સહુ કોઇ ને ફાયદો થયો છે.

જયેશભાઈ રાદડીયાએ કહ્યુ કે ભાજપા રાષ્ટ્ર હીતને વરેલી પાર્ટી છે.જેથી પરિણામ ભલે ગમે તે આવે પરંતુ રાષ્ટ્રવાદ , વિચારધારા કે વિકાસની વાતમાં અમોએ ક્યારેય બાંધછોડ નથી કરી.કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાં 370 ની કલમ એક જ ઝાટકે દુર કરી કાશ્મીરની વર્ષો જુની સમસ્યાનો નેસ્તનાબુદ કરી દીધી છે.અમારો મુદ્દો વિકાસ અને રાષ્ટ્રવાદનો છે.જેને લઈને અમો જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ.