DIAMOND TIMES – ધ નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) દ્વારા કુદરતી હીરા તેમજ હીરા જડીત જ્વેલરીના પ્રમોશન માટે ” લવ લાઇફ” વિચારથી પ્રેરિત “ફોર મોમેન્ટ્સ લાઇક, નો અધર” બીજા ગ્લોબલ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. NDCના આ બીજા વૈશ્વિક અભિયાનમાં પણ એમ્બેસેડર તરીકે બોલ્ડ અભિનેત્રી એના દ આર્માસને રીપીટ કરવામાં આવ્યા છે.ધ નેચરલ ડાયમંડ કાઉન્સિલની આ બીજી વૈશ્વિક ઝૂંબેશ માટે તૈયાર કરવામાં આવેલી ટૂંકી ફીલ્મ અને ફોટોગ્રાફીમાં અભિનેત્રી એના દ આર્માસનો અનેરો અને બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.અભિનેત્રી એના દ આર્માસ પર ફીલ્માવેલ ખાસ ઝુંબેશ શોટમાં તેણી “લવ લાઇફ”ને સંપૂર્ણપણે મૂર્તિમંત કરી કુદરતી હીરા પ્રત્યે આકર્ષણની સાથે અનેરા આનંદનો ઉમેરો કરે છે.
ધ નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC)ના પ્રથમ અભિયાનની સફળતા પછી બીજા ગ્લોબલ અભિયાન “ફોર મોમેન્ટ્સ લાઇક,નો અધર” ઝૂબેશ માટે પણ અભિનેત્રી આર્માસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.કારણ કે તેણી કુદરતી હીરાની પ્રશંસા માટે ઉત્સાહીત,આત્મવિશ્વાસથી છલોછલ અને પ્રતિભાશાળી વ્યક્તુત્વ ધરાવતી હોવાથી નેચરલ ડાયમંડ કાઉન્સિલના આંતરરાષ્ટ્રીય મિશન માટે યોગ્ય રીતે બંધબેસે છે.વર્તમાન સમયે ડાયમંડ જ્વેલરીના વેચાણમાં રેકોર્ડ બ્રેકિંગ વૃદ્ધિ જોવા મળી છે.આગામી દીવસોમાં પણ ગ્રાહકો જ્વેલરીની ખરીદી કરવા આતુર છે.આવા નિર્ણાયક સમયે અભિનેત્રી એના દ આર્માસ ગ્રાહકોમાં કુદરતી હીરાનો જાદુ પાથરવા તૈયાર છે.આ અભિયાનથી અમે અત્યંત રોમાંચિત છીએ એમ આ અભિયાનની સફળતા અંગે પ્રતિભાવ આપતા નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઇઓ ડેવિડ કેલીએ કહ્યુ હતુ.
અભિનેત્રી એના દ આર્માસએ કહ્યુ કે આ ઝૂંબેશ ગ્રાહકોમાં એક નવી આશા જન્માવવા સક્ષમ છે.એડ ફીલ્મથી વધુ પ્રેમ કરવા,જીવનની દરેક ક્ષણનો આનંદ માણવાની અને પ્રિયજનો સાથે ખુશીની ક્ષણોની ઉજવણી કરવાની લોકોને પ્રેરણા મળશે.નેચરલ ડાયમંડ કાઉન્સિલની ઉત્સાહી ટીમ સાથે ફરીથી કામ કરવા બદલ હું ખુશ છુ.
આ અભિયાન માટે તૈયાર કરેલી ટૂંકી એડફીલ્મમાં આર્માસએ તેમના સુંદર અને ઘાટીલા દેહ પર 11-પીસ ડાયમંડ જ્વેલરી કલેક્શન ધારણ કર્યુ છે.આ જ્વેલરી કલેક્શનને બ્રુકલિન સ્થિત જ્વેલરી ડિઝાઈનર માલિયા મેકનોટન દ્વારા ખાસ આ અભિયાનને ધ્યાને રાખી કસ્ટમ ડિઝાઇન કરવામાં આવી છે.નેચરલ ડાયમંડ કાઉન્સિલની ઉભરતી ડિઝાઇનર્સ માલિયા મેકનોટનની આ પહેલમાં લોરેન શ્વાર્ટ્ઝની પણ સક્રિય ભાગીદારી રહી છે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલના ભારત અને મધ્ય પૂર્વના મેનેજિંગ ડિરેક્ટર રિચા સિંહ કહે છે કે કુદરતી હીરા અને ઝવેરાતનું વૈશ્વિક બજાર વિસ્તરી રહ્યુ છે.પ્રેમ અને સ્નેહની અભિવ્યક્તિ માટે કુદરતી હીરાની તુલનાએ અન્ય કોઇ ચીજ નથી.હીરા પોતાની સહજતા દ્વારા લાગણીઓને જીવંત કરે છે.અમે આશા રાખીએ છીએ કે આ અભિયાન તહેવારની સિઝનમાં હીરાના ઘરેણાંનો આનંદ માણવા લોકોને પ્રેરણા આપશે.અભિનેત્રી એના દ આર્માસની આ એડ ઝૂબેશ જૂન 2020માં લોન્ચ થયા બાદ 100 મિલિયનથી વધુ લોકોએ નિહાળી છે.