માર્કેટ રિપોર્ટ : 0.30 થી 2 કેરેટના રાઉન્ડ હીરાની મુંબઈના બજારમાં ભારે માંગ

727

DIAMOND TIMES – એકધારા ઓર્ડર પ્રવાહથી હીરા બજારમાં ઉત્સાહનું વાતાવરણ બરકરાર છે.પરંતુ સતત ઓર્ડર વચ્ચે પણ તૈયાર માલની તંગીથી ડીલરો ભારે હતાશ છે.બીજી તરફ અમેરીકા,ચીન સહીત વૈશ્વિક બજારમાં પોલિશ્ડ હીરાની સતત માંગને પગલે રફ ટ્રેડીંગ મજબુત બનતા ડીબિયર્સએ રફના ભાવમાં વધારો કર્યો છે.2 કેરેટથી વધારે વજન ધરાવતા રફ હીરામાં અંદાજિત 5 ટકા જેટલો ભાવ વધારો થયો છે.

ઓનલાઈન કારોબારમાં ઝંપલાવનાર અગ્રણી અને બ્રાન્ડેડ જ્વેલરી કંપનીઓના વેંચાણમાં વધારો થયો છે.પ્રથમ કવાર્ટરમાં સિગ્નેટ જ્વેલર્સના વેંચાણમાં 98 ટકાનો વધારો થતા કંપનીએ 1.7B બિલિયન ડોલરનો નફો કર્યો છે.ઉપરાંત ચીનની જ્વેલરી કંપની ચોવ તાઈ ફુકના પ્રથમ ક્વાર્ટરમાં જ્વેલરીના વેંચાણમાં 24 ટકાનો વધારો થતા 9 બિલિયન ડોલરનો નફો અંકે કર્યો છે.અગ્રણી ઓકશન હાઉસ ક્રિસ્ટીઝના મેગ્નિફિસિએન્ટ જ્વેલ્સની ન્યૂયોર્કની હરાજીમાં 26,559,250 ડોલરની કમાણી થઈ છે.અગાઉ તારીખ 20 મે થી 4 જૂન દરમિયાન થયેલા ઓનલાઈન વેંચાણ થકી 43,485,125 ડોલર પ્રાપ્ત કર્યા હતા.એમ સંયુક્ત વેચાણ થકી ક્રિસ્ટીએ કુલ 30,044,375 અમેરીકી ડોલરનો વકરો કર્યો છે.

ફેન્સી હીરાનું બજાર : અમેરીકા અને ચીન તરફથી આવતા સ્થિર ઓર્ડરથી ફેન્સી હીરાનું માર્કેટ ખુબ મજબૂત છે.0.30 થી 0.99 કેરેટ ફેન્સી હીરાની કીંમતોમાં મજબુતાઈ જોવા મળી રહી છે.1.25 થી 3.99 કેરેટની સાઈઝમાં F-J, VVS2-SI2 ની કેટેગરીમાં ફેન્સી હીરાની શોર્ટેજના પગલે તેની કીંમતો સામાન્ય કરતા વધારે છે.રાઉન્ડ હીરાની તુલનાએ ગ્રાહકો વૈકલ્પિક આકારના ફેન્સી હીરાની વધુ પોષણક્ષમ ભાવે માંગ કરતાં હોવાથી રિટેલરો વિશાળ ઉત્પાદન રેન્જની ઓફર કરી રહ્યા છે.ફેન્સી-આકારના હીરા જડીત સગાઈની રીંગના ધુમ વેંચાણના પગલે વેપારીઓ ઓવલકટ, પિયર્સ કટ,એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસ સહીતના ફેન્સી હીરાના ઓર્ડર આપી રહ્યા છે.ખાસ તો એક્સેલન્ટ કટ ફેન્સી હીરાની કીંમતોમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.

અમેરીકા : અમેરીકાની બજારો તરફથી એકધારા ઓર્ડર વચ્ચે સકારાત્મક માહોલ છે.પરંતુ માલની તંગી વચ્ચે વ્યાજબી ભાવે યોગ્ય ગુણવત્તાના હીરા શોધવામાં મુશ્કેલી છે.F-H, VVS-VS રેન્જમાં ઉચ્ચ ગુણવત્તાવાળા હીરાની લક્ઝરી હાઉસ, ફેશન અને લગ્ન સમારંભ એટલે કે બ્રાઈડલ કલેકશન માટે ખુબ માંગ છે.1.50 થી 4 કેરેટ G-H, VS-SI રેન્જમાં તેમજ 2.50 કેરેટની ઉપરની સાઈઝમાં ફેન્સી વિવિડ હીરાની જંગી ડીમાન્ડના પગલે કીંમતો મજબુત છે.

બેલ્જિયમ: પોલિશ્ડ હીરાના પુરવઠાની અછતના કારણે વેપારીઓ પોષણક્ષમ કીંમતે હીરાનું વેચાણ કરે છે.0.70 થી 1.10 કેરેટની સાઈઝમાં F-H,SI1 કેટેગરીના તૈયાર હીરાની નક્કર માંગ છે.આ ઉપરાંત કોમર્શિયલ ગુણવત્તા ધરાવત્તા ફેન્સી હીરામાં કારોબારીઓ ભારે રસ દાખવી રહ્યા છે.પિયર્સ , ઓવલ અને કુશન કટના G-J, SI રેન્જના ફેન્સી હીરાનું વેંચાણ પર્ફોમન્સ ખુબ સારૂ છે.તૈયાર હીરાની તીવ્ર માંગના પગલે રફ માર્કેટ મજબૂત છે.

ઇઝરાયેલ: સ્થિર પોલિશ્ડ માંગ વચ્ચે તૈયાર હીરાની ઓછી સપ્લાય એક મોટી સમસ્યા છે.તૈયાર માલની અછત વચ્ચે ઉત્પાદકો ડાયરેક્ટ રિટેલરોને પોલિશ્ડ હીરાનું વેંચાણ કરી રહ્યા છે.અમેરીકાના બજારો તરફથી ખુબ સારા ઓર્ડર છે.VS-SI1 કેટેગરીમાં પિયર્સ,કુશન,ઓવલ કટ ફેન્સી હીરામાં સારી મુવમેન્ટ છે.0.50 કેરેટ વજનના ., F-H, VS2 રેન્જના હીરાની માંગમા સુધારો જોવા મળી રહ્યો છે.

ભારત: કોવિડ મહામારીમાં નિયંત્રણથી સેન્ટિમેન્ટમાં વધારો થયો છે.લેબમાં પ્રમાણિત કરેલા તૈયાર હીરાની નક્કર માંગ છે. અમેરીકા,ચીન, હોંગકોંગ સહીત વિશ્વના અનેક બજારો તરફથી અવિરત પણે ઓર્ડર મળી રહ્યા છે.રાઉન્ડ કટ હીરામાં 0.30 થી 2 કેરેટ વજનના D-K, VVS-SI કેટેગરીના હીરાનું સતત વેચાણ થઈ રહ્યુ છે.હીરાના મેન્યુફેક્ચરિંગ લેવલમાં સુધારો જોવાઈ રહ્યો છે.પરંતુ લેબમાં બેકલોગ ગ્રેડિંગની સમસ્યા યથાવત રહેતા મર્યાદિત સપ્લાય થાય છે.નાની સાઈઝના હીરાનું બજાર અસ્થિર છે પરંતુ ઓવલ કટના ફેન્સી હીરાનું બજાર સકારાત્મક છે.

હોંગકોંગ: હોલસેલ બજાર જરૂરથી હેલ્ધી છે પરંતુ સ્લો છે.ચીનના બજારો તરફથી સતત સારી માંગના પગલે માર્કેટને ટેકો મળી રહ્યો છે.ચીનની મોટી જ્વેલરી કંપનીઓ નિર્ધારિત માલનો ઓર્ડર આપે છે.1 થી 1.50 કેરેટ વજનના D-H, VS2-SI2 કેટેગરીના રાઉન્ડ હીરામાં સ્થિર માંગ છે.1 કેરેટ વજનના D-H, VVS-VS કેટેગરીના ફેન્સી હીરાની બજાર માંગમા સુધારો જોવા મળી રહ્યો છે.