માર્કેટ રિપોર્ટ : વર્ષ 2021માં કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં વધારો

944

DIAMOND TIMES – વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં સુધારા પછી કોરોનાના કારણે હીરા અને ઝવેરાતમાં વૈશ્વિક ટ્રેડીંગ થોડુ ધીમુ પડ્યુ છે.કોરોનાના કારણે ભારત ડાયમંડ બુર્સને 100 ટકા ક્ષમતા સાથે કામકાજ કરવાના પ્રતિબંધની અસર સમગ્ર વિશ્વના હીરા બજારોમાં જોવા મળી રહી છે. જો કે રાહતની બાબત એ છે કે હીરા ઉદ્યોગનું હબ ગણાતા સુરતમાં હીરાના કારખાનાઓ અને બજાર ચાલુ રહી છે.હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે સકારાત્મક સમાચાર એ છે કે ગત માર્ચ મહીનામાં ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધતાં અમેરીકાના જ્વેલર્સ ખુબ જ આશાવાદી છે. અમેરીકામાં કોરોના રસી કરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યુ છે જેના કારણે કોરોના મહામારી હાલ તો કંટ્રોલમાં આવી છે.

રફ બજારની વાત કરીએ તો રફ હીરાના ભાવોમાં વધારા વચ્ચે ગતિવિધી ધીમી પડી છે.કારખાનેદારો પોલિશ્ડ ઈન્વેન્ટરીમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.વૈશ્વિક હીરા કારોબારમા આવેલી તેજીના પગલે ડીબિયર્સએ 550 મિલિયન ડોલરના બીજા રફ સેલ્સ પછી રફના જથ્થાનો ઘટાડો કરી ત્રીજુ રફ સેલ્સ 440 મિલિયન ડોલરનું કર્યુ છે.

ફેન્સી હીરાનું બજાર : બજારમાં તૈયાર હીરાના ભાવોની ઉથલપાથલ છે.કેટલાક ગ્રાહકો રાઉન્ડ હીરાની તુલનાએ વધુ સસ્તા ભાવે અમુક ક્વોલિટીના ફેન્સી હીરાની ખરીદી કરી રહ્યા છે. ફેન્સી-આકારની સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો જોવાતા વેપારીઓ ઓવલ કટ , પિયર્સ , એમરાલ્ડ અને રેડીયન્ટ કટ્ટમાં 2 કેરેટથી વધુ વજનનાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત ફેન્સી હીરા ખરીદી રહ્યા છે.ચીનના બજારોમા તૈયાર હીરાની માંગ સ્થિર રહેતા નવા ઓર્ડર માટે કારોબારીઓ ભારે આશાવાદી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ : તાજેતરના અઠવાડિયામાં છૂટક હીરાની માંગ ધીમી પડી છે.ડીલરો અમુક ચોક્કસ ક્વોલિટીના હીરાની ખરીદી કરી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષ 2021ના ક્વાર્ટરના અંતમાં આગામી 17 મે સુધીમા ઇન્કમટેક્સ રીટર્નની અંતિમ તારીખ વચ્ચે મોસમી મંદીની ધારણા છે.પરંતુ બીજી તરફ આગામી ઉનાળામાં આવનારી લગ્ન સિઝનને લઈને રિટેલ ઝવેરીઓ ખુબ જ આશાવાદી છે. ફેબ્રુઆરી મહીનામાં 90.4 ની તુલનાએ કન્ઝ્યુમર ઇન્ડેક્સ વધીને માર્ચમાં 109.7 પર પહોંચી ગયો છે.

બેલ્જિયમ : માર્ચ મહીનાની તુલનામાં સેન્ટિમેન્ટ થોડું નબળું છે.આમ છતા પણ 0.30 થી 0.50 કેરેટ સાઈઝના હીરાની માંગમા સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત D-H, IF-VS ક્વોલિટીમાં 1 કેરેટના હીરાના કારોબારમાં સારા કામકાજ છે. યુ.એસ. અને ચીની ડીલર્સો માની રહ્યા છે કે મુંબઇ લોકડાઉન દરમિયાન ખરીદદારો ભારતને બદલે એન્ટવર્પ તરફ વળશે. ડીબીઅર્સ અને એલોરોઝા સહીત અન્ય નાની રફ કંપનીઓના રફ ટ્રેડિંગ પ્રમાણમાં શાંત છે.

ઇઝરાઇલ : ઇલેકશન અને રજાઓની સિઝન પુર્ણ થતા હીરાના કારોબારમાં ગતિ જોવા મળી રહી છે.વળી ઇઝરાઇલમાં વેપાર અને વાણિજ્ય સંબંધિત કોવિડ -19 પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.સિઝનલ મંદી છતાં વેપારીઓ આશાવાદી છે. 1 થી 2 કેરેટ વજન ધરાવતા અને G-H, VVS-VS1 ક્વોલિટીના હીરામા માંગ સ્થિર છે.1.50 થી 3.99 કેરેટ વજનના એમરાલ્ડ કટ્ટ ફેન્સી હીરા ખુબ જ લોકપ્રિય છે. સફળ રસીકરણ ડ્રાઇવ પછી ખરીદદારો સાથે રૂબરૂ કનેક્ટ થવા માટે સપ્લાયર્સએ ફરીથી બિઝનેસ મુસાફરીનો પ્રારંભ કર્યો છે.

ભારત : કોવિડ -19 કેસોમાં વધારો થતાં મુંબઇ લોકડાઉનના પગલે ભારત ડાયમંડ બુર્સ પર પ્રતિબંધથી હીરા કારોબારીઓમા ચિંતા છે. જો કે રાહતની બાબત એ છે કે હીરા ઉદ્યોગનું હબ ગણાતા સુરતમાં હીરાના કારખાનાઓ અને બજાર ચાલુ રહી છે.ચીન અને હોંગકોંગની માંગ હજી મજબૂત છે. યુરોપમાં સ્થાનિક રિટેલ માર્કેટમાં થોડી ગતિ આવી છે. 0.30 થી 0.40 કેરેટ વજનમાં J-K, SI ક્વોલિટીના હીરાની ખુબ માંગ છે. જો કે લેબગ્રોન હીરાની કીંમતમાં ઘટાડો થતા તેની અસર કુદરતી હીરાની માંગ પર જોવા મળી છે.

હોંગકોંગ : ઇસ્ટર વિરામ અને ધીમી સિઝનને કારણે બજાર શાંત છે. સગાઈની રીંગની મજબુત માંગ છે. આ ઉપરાંત 0.80 થી 1 કેરેટ વજનના D-G, VS-SI, 3X કેટેગરીના હીરામાં માંગ સ્થિર છે. જ્વેલરી બનાવતી ચીનની ફેક્ટરીઓ પાસે તૈયાર હીરાના પુરવઠાની તંગી જોવાતા તેઓ તૈયાર હીરાનો ફરીથી સ્ટોક કરી રહી છે. કેટલાક લોકોને વિશ્વાસ છે કે ચીન અને હોંગકોંગ વચ્ચેની સરહદ ફરીથી ખુલશે જેનાથી હીરાના કારોબારમા ગતિ આવશે.કોરોનાના કારણે એક વર્ષ અગાઉ હીરાના કારોબારમાં આવેલી મંદી પછી હવે ગત ફેબ્રુઆરીમાં હોંગકોંગમાં ઘરેણાં અને અન્ય કિંમતી ચીજોનું વેચાણ બમણું થયું છે.