માંગ જળવાઈ રહેતા બજાર સકારાત્મક

626

રાઉન્ડ કટ F-I, VS-SI કેટેગરીના હીરાની જબરી ડીમાન્ડ છે. ઓવલ,રેડિએન્ટ્સ અને પિઅર્સ કટના 2 કેરેટ પ્લસ ના ફેન્સી હીરા વધુ સારી કીંમતે વેંચાઈ રહ્યા છે.એસ્ટેટ જ્વેલરી માર્કેટ મજબૂત છે. કોરોનાની વધતી જતી મહામારી વચ્ચે લાસ વેગાસ માટે તૈયારીઓ ચાલી રહી છે.મોટાભાગના ગ્રાહકો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.જો કે તૈયાર હીરાના પુરવઠા ની અછતની સ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી.

ADVT
ADVT

DIAMOND TIMES- કોવિડના વધતા જતા કેસ અને ઉનાળાના વેકેશનની અનિશ્ચિતતા વચ્ચે હીરાનો વેપાર શાંત છે.લાસ વેગાસ શો ના આયોજનની તડામાર તૈયારીઓ વચ્ચે કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની હાજરી મર્યાદિત રહેવાનું અનુમાન છે.વેકેશનની સિઝનમાં પણ અમેરીકા તરફથી હીરા-ઝવેરાતની માંગ જળવાઈ રહેવી એ સારા સંકેત છે.પોલિશ્ડ હીરાના પુરવઠામાં વધારો થયો હોવા છતા પણ માંગના પરિણામે પોલિશ્ડની કીંમતો મજબુત છે.અનુકુળ પરીસ્થિતિના કારણે ગત જુલાઈમાં 1 કેરેટના તૈયાર હીરાના રેપનેટ ડાયમંડ ઇન્ડેક્સમાં 3.1 ટકાનો વધારો થયો છે.રફ કંપનીઓ દ્વારા તાજેતરના રફ ભાવ વધારા પછી રફ માર્કેટ સ્થિર છે.પ્રથમ છ માસિક ગાળામાં રિયો ટિન્ટો ની આવક 13 ટકાની વૃદ્ધિ સાથે 160 મિલિયન ડોલર થઈ છે.

ફેન્સી માર્કેટ : ફેન્સી માર્કેટ ખુબ જ સકારાત્મક અને મજબુત છે.પુરવઠાની અછત વચ્ચે સતત વધતી જતી માંગ વચ્ચે મોટાભાગના કદ અને કેટેગરીમાં કિંમતો સ્થિર રહી છે.ગ્રાહકો વૈકલ્પિક આકારોની શોધમાં હોવાથી છૂટક વેપારીઓ વ્યાપક ઉત્પાદન શ્રેણી ઓફર કરી રહ્યા છે.અમેરીકામાં ફેન્સી હીરા જડીત સગાઈની રીંગના વેંચાણમાં સતત વધારાના પગલે ઓવલ કટ, પિયર્સ કટ,એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં વધારો નોંધાયો છે.એક્સેલન્ટ કટના પસંદગીની કેટેગરીના ફેન્સી હીરાના કીંમતોમાં પ્રીમિયમ છે.યુએસની સાથે ચીનના બજારો તરફથી માંગ જળવાઈ રહેતા એકંદરે હીરાબજારમાં સકારાત્મક વાતાવરણ છે.

અમેરીકાના બજારો : પોલિશ્ડ હીરાની ઉંચી કીંમત અને પુરવઠાની તંગી વચ્ચે વેપારીઓ ઉચિત્ત માલ શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. પરંપરાગત ઉનાળૂ વેકેશન છતા પણ ટ્રેડીંગ ગતિશીલ છે.રફ હીરા અને ઝવેરાતની માંગ સ્થિર રહેતાં વેપારીઓ ભારે ઉત્સાહિત છે.જો કે કેટલીક નાની કંપનીઓ બજારની સ્પર્ધાનો સામનો કરવામાં અને ઓર્ડર પુર્ણ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.રાઉન્ડ કટ F-I, VS-SI કેટેગરીના હીરાની જબરી ડીમાન્ડ છે. ઓવલ,રેડિએન્ટ્સ અને પિઅર્સ કટના 2 કેરેટ પ્લસના ફેન્સી હીરા વધુ સારી કીંમતે વેંચાઈ રહ્યા છે.એસ્ટેટ જ્વેલરી માર્કેટ મજબૂત છે.કોરોનાની વધતી મહામારી વચ્ચે લાસ વેગાસ માટે તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગના ગ્રાહકો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.જો કે તૈયાર હીરાના પુરવઠાની અછતની સ્થિતિમાં કોઇ સુધાર આવ્યો નથી.

બેલ્જિયમના બજારો : અમેરીકા અને એશિઅયન દેશો તરફથી ઓર્ડર મળવાના કારણે ઉનાળાના વેકેશનમાં પણ ટ્રેડર્સ જરૂરી માલનો સ્ટોક કરવામાં વ્યસ્ત છે. વેકેશનના કારણે આગામી 22 ઓગષ્ટ સુધી બુર્સમાં કામકાજ બંધ રહેશે.રફની ઉંચી કીંમત વચ્ચે પણ રફ હીરાની માંગ મજબૂત છે.એલોરોઝા અને ડીબીઅર્સના રફ હીરાની કીંમતો પર પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.જો કે કોરોનાની વધતી જતી મહામારીના કારણે ચિંતાનો માહોલ છે.

ઇઝરાયેલના બજારો : ઉનાળું વેકેશનના કારણે ડાયમંડ ટ્રેડીંગની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.પોલિશ્ડ હીરાની ખરીદી કરતા ડીલર્સ સહીત સહુ કોઇ થોડી સાવધાની સાથે રફ અને તૈયાર હીરાની વધેલી કીંમતોને અનુકુળ થઈ રહ્યા છે.કોરોનાના કેસોમાં અચાનક થયેલા વધારાને કારણે ભારે અનિશ્ચિતતા વચ્ચે વિદેશી ઓર્ડર પુર્ણ કરવા વેપારીઓ યોગ્ય માલ શોધી રહ્યા છે.રફ હીરાની કીંમતોમાં ઉછાળા વચ્ચે પણ માંગ જળવાઈ રહી છે.

ભારતના બજારો : ભારતની આર્થિક રાજધાની મુંબઈના હીરા બજારમાં મિશ્ર વાતાવરણ છે.રફ હીરાની કીંમતોની સાથે પોલિશ્ડના વધેલા ભાવ જળવાઈ રહેશે કે નહી તેને લઈને ભારે ચિંતા સતાવી રહી છે.મોટી નિકાસકાર કંપનીઓની તુલનાએ મધ્યમ કદની કંપનીઓ સાવધાની સાથે કામકાજ કરી રહી છે.અમેરીકાના બજાર તરફથી સારા ઓર્ડર છે.1 થી 2 કેરેટ અને 0.30 થી 0.70 સેન્ટના VVS-VS, 3X કેટેગરીના હીરામાં સારી માંગ છે.પરંતુ રફ હીરાની ઉંચી કીંમતથી મેન્યુફેક્ચર્સના પ્રોફીટ માર્જીંગ ભારે દબાણ હેઠળ આવ્યા છે.

હોંગકોંગના બજારો : હોંગકોંગના હીરા બજારમાં સુધાર થયો છે. 0.30 થી 1.50 કેરેટના D-J,VS-SI2,EX-VG કેટેગરીના હીરામાં ખરીદદારો રસ દાખવી રહ્યા છે.2થી3 કેરેટના G-K કેટેગરીના હીરામાં પણ સારી મુવમેન્ટ છે.25થી 29 જુલાઈ દરમિયાન આયોજીત થયેલો હોંગકોંગ ઇન્ટરનેશનલ જ્વેલરી શો આયોજકોના અથાગ પ્રમોશનલ પ્રયત્નો છતાં ખૂબ નબળો રહ્યો છે.પરંતુ પ્રદર્શકો સંભવિત ગ્રાહકોને મળવાની તકને આવકારે છે.પ્રતિબંધોના કારણે પ્રવાસીઓનો અભાવ લક્ઝરી રિટેલરોને નુકસાન પહોંચાડે છે.ચીનની સરહદ બંધ હોવાથી ઓનલાઇન અને સ્થાનિક સોર્સિંગ સુધી ચીનની ખરીદી મર્યાદિત છે.જેથી માત્ર ઈ-કોમર્સના આધારે ચાલી રહેલા વેપારથી ચિંતા ઉભી થઈ છે.