DIAMOND TIMES – જીઆઈએ(જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા)ના વૈજ્ઞાનિકો પૃથ્વીના ભૌગોલિક ઇતિહાસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.તેઓ દુર્લભ ગણાતા હીરાની વિશિષ્ટ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને આ કાર્યમાં આગળ વધી રહ્યા છે.અત્યંત દુર્લભ અને શુદ્ધ હીરામાંથી મેળવેલી માહિતીના આધારે પૃથ્વીની ઉત્પતિ અને ભૌગોલિક ઇતિહાસના અનેક રહસ્યો ખુલી રહ્યા છે.દર વર્ષે લાખો કુદરતી હીરાની ચકાસણી કરી હીરાની ગુણવત્તા અને મુલ્ય બાબતે પ્રમાણપત્રો આપતી જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા નામની લેબોરેટરી દ્વારા હાથ ધરાયેલા આ મિશનમાં વૈજ્ઞાનિકો પૃથ્વીની મૂળભૂત રચના અને તેને આકાર કઈ રીતે મળ્યો તે બાબતના સંશોધન કાર્યમાં કુદરતી હીરા તેમને મદદરૂપ થઈ રહ્યા છે, તેમ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સંશોધન અધિકારી ટોમ મૂસાએ જણાવ્યું હતું.
આ અંગે ગત અઠવાડિયે જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સમુદ્રના ઉંડાણમાં રહેલો સર્પન્ટિનાઈટ નામનો હાઇડ્રોસ સ્ટોક સૌથી મોટા અને દુર્લભ હીરાઓમાં એક મહત્વપૂર્ણ ઘટક છે.જીઆઈએના ઇવાન સ્મિથ અને સાયન્સના કાર્નેગી ઇન્સ્ટિટ્યુશનના પેંગ નીનાની સહ-આગેવાની હેઠળ હાથ ધરાયેલા સંશોધનમાં બહાર આવ્યુ છે કે લિસોથોની લેસોંગ ખાણમાથી મળી આવેલા ટાઈપ- 2 પ્રકારના હીરામાં આઇસોટોપિક નામનું તત્વ મળી આવ્યુ છે.જેનો અભ્યાસ કરતા માલુમ પડ્યુ છે કે સમુદ્રમાં લાખો વર્ષોથી 5050૦ કિ.મી.નીચે આવેલી ટેક્ટોનિક પ્લેટો( જેને સબડક્શન કહેવામાં આવે છે)જળ,કાર્બન સંગ્રહ કરે છે અને પરિણામે સુપર-ડીપ હીરા રચાય છે.આ ડીપ રિસાયક્લિંગ પધ્ધતિના આધારે મહાસાગરોની રચના અને પૃથ્વીના વાતાવરણમાં થયેલી ઉત્ક્રાંતિને સમજવામાં પણ મદદ મળશે એમ સંશોધનકારોએ મત્ત વ્યક્ત કર્યો છે.