વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન હલ્દિયામાં જનસભાને સંબોધિત કરી હતી.સભાને સંબોધતા સમયે શરુઆતમાં તેમણે ઉત્તરાખંડમાં આવેલા જળપ્રલય અંગે લોકોને જાણકારી આપી હતી.વડાપ્રધાને કહ્યુ કે આ દુર્ઘટના અંગેની તમામ માહીતી વિશે સતત અપડેટ મેળવી રહ્યો છુ.

હલ્દિયામાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 10 વર્ષ સુધી બંગાળના લોકોને મમતા નહીં પણ નિર્મમતા મળી છે.ભારતમાતાની જયના નારા લગાવવાથી દીદી નારાજ થાય છે.તેમણે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ અડફેટે લેતા કહ્યુ કે બંગાળના લોકોએ ફઇ-ભત્રીજાવાદ પુરો કરવાનો નિર્ણય કર્યો છે.ટીએમસી દ્વારા એક પછી એક ગડબડનો સિલસીલો ચાલુ છે.તેમણે જનતાના પૈસાની લૂંટ કરી છે.બંગાળમા આજે જેટલા પણ ઉદ્યોગ -વેપાર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમા પરિવર્તન તે ઇચ્છે છે.પરંતુ તમે વિચારો કે છેલ્લા 10 વર્ષમાં અહીંની સરકારે કેટલી ફેક્ટરીઓનું ઉદ્ઘાટન કર્યુ? મોટો સ્ટીલ પ્લાંટ પણ અહીંની અરાજક સ્થિતિના કારણે શરુ ના થઇ શક્યો.પશ્ચિમ બંગાળની આ સ્થિતિનું સૌથી મોટું કારણ અહીંની રાજનીતિ છે.

વડાપ્રધાને આગળ કહ્યું કે જો બંગાળમાં તમે દીદી સાથે પોતાના અઘિકારની વાત કરો તો તેઓ નારાજ થઇ જાય છે. ભારતમાતા કી જયના નારા લગાવો તો પણ તેઓ નારાજ થઇ જાય છે. પરંતુ દેશના વિરોધમાં કોઇ ગમે તેટલું ધેર ઉગલે, દીદીને ગુસ્સો નથી આવતો.