મહારાષ્ટ્રમાં આવી રહ્યુ છે એક થી બે સપ્તાહનું લોકડાઉન

1596

ટાસ્ટ ફોર્સે કોરોનાની ચેન તોડવા માટે મહારાષ્ટ્રમાં બે અઠવાડીયાના સંપૂર્ણ લોકડાઉનની ભલામણ કરી છે ,જયારે સીએમ ઠાકરે એક અઠવાડીયાના લોકડાઉનના સમર્થનમાં,કોઈ પણ સમયે  મુખ્યમંત્રી  કરી શકે છે જાહેરાત …

DIAMOND TIMES –  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી છે.આ બેઠકમાં પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા અને નિયમો કડક કરવા પર ચર્ચા થઈ છે.બેઠકની શરૂઆતમાં ટાસ્ક ફોર્સે બે અઠવાડીયાના લોકડાઉન વિશે પોતાની ભૂમિકા રાખી છે. બેઠક બાદ કોઈપણ સમયે મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે.

ટાસ્ક ફોર્સે કહ્યુ કે આ લોકડાઉન ખુબ કડક હશે.રાજયમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે લોકડાઉન જરૂરી છે. ટાસ્ક ફોર્સની બેઠકમાં ત્રણ સભ્યોએ આઠ દિવસના લોકડાઉનની ભલામણ કરી તો ત્રણ સભ્યોએ 14 દિવસના લોકડાઉનની તરફેણ કરી હતી.નિષ્ણાંતોનું માનવું છે કે લોકડાઉન વગર કોરોના સંક્રમણની ચેન તૂટશે નહીં.

આ સિવાય બેઠકમાં ટાસ્ટ ફોર્સે મહારાષ્ટ્રમાં બેડની કમી,ઓકસીજનની કમીને લઈને પણ ચિંતા વ્યકત કરી છે.તો કહેવામાં આવી રહ્યું છે કે રાજયમાં લોકડાઉન કે કોઈ મોટો નિર્ણય જાહેર કરતા પહેલા મુખ્યમંત્રી જનતાને એક-બે દિવસનો સમય આપી શકે છે.બેઠકમાં હેલ્થ સેક્રેટરી પ્રદીપ વ્યાસ, ડો. તાત્યારાવ લહાને, સંજય ઓક, ડો અવિનાશ સુપે, ડો શશાંક જોશી, ડો રાહુલ પંડિત સહીતના નિષ્ણાંતો હાજર રહ્યા હતા.