DIAMOND TIMES -મધ્ય પ્રદેશના પન્ના વિસ્તારમાંથી મજુરો દ્વારા તાજેતરમાં શોધી કાઢવામાં આવેલા કુલ 144.32 કેરેટ વજનના 105 જેટલા રફ હીરા સહીત કુલ કુલ 206.68 કેરેટ વજનના 155 રફ હીરાની મધ્ય પ્રદેશની સરકાર દ્વારા ગત તારીખ 23 સપ્ટેમ્બરના રોજ હરાજી કરવામાં આવી હતી.આ ત્રણ દિવસય હરાજી દરમિયાન કુલ રૂપિયા 1.87 કરોડના રફ હીરાનું વેંચાણ કરવામાં આવ્યુ હતુ.રફ હીરાની હરાજીમાં થયેલી આવકમાથી 11.5 ટકા રોયલ્ટી અને ટેક્સના રૂપિયા 21 લાખ અને 51 હજાર બાદ કરીને બાકીની રકમ ખાણકામ કરનારા મજુરોને આપવામાં આવશે.હરાજીમાં સુરત-મુંબઈ,દીલ્હી સહીત ભારતના વિવિધ રાજ્યોમાથી આવેલા હીરા વેપારીઓએ ભાગ લીધો હતો.
મધ્ય પ્રદેશના હીરા અધિકારી રવિ પટેલે કહ્યુ કે આ હરાજીમાં 14 કેરેટ વજનનો સૌથી મોટો રફ હીરો પણ વેંચાણ માટે મુકવામાં આવ્યો હતો.પરંતુ તેની નિધારીત કીંમતની બોલી નહી લાગતા તે હજુ વેંચાયો નથી.આ હીરો ત્રણ મહીના બાદ થનારી હરાજીમાં વેંચાણ માટે ફરીથી મૂકવામાં આવનાર છે. તેમણે ઉમેર્યુ કે હીરાની કીંમત તેની ગુણવત્તા પર આધાર રાખે છે.પરંતુ 14 કેરેટના મોટા રફ હીરામાં રહેલી કાળા ડાઘની અશુધ્ધિને કારણે તેની ગુણવત્તામાં ઘટાડો થયો છે.જેથી તેની નિર્ધારીત કીંમત મળતી નથી.પરંતુ અમે આ હીરાનું ઉંચી કીંમત મેળવવા પ્રયત્નશીલ છીએ.
આ હરાજીમાં અન્ય પણ કેટલાક મોતા હીરા વેંચાણ માટે મુકવામાં આવ્યા હતા.જેમા 12.08 કેરેટ વજનના રફ હીરાની પ્રતિ કેરેટ 3.51 લાખના હીસાબે સૌથી વધુ કિંમત 42.40 લાખ રૂપિયા મળી હતી.ઉપરાંત 8.22 કેરેટના રફ હીરાની પ્રતિ કેરેટ 4.51 લાખના હિસાબે 37.07 લાખ કીંમત મળી હતી.આ હીરાને ચાર મજૂરો દ્વારા પન્ના જિલ્લાના હીરાપુર ટાપરિયાં વિસ્તારમાં ભાડે આપેલી જમીનમાંથી શોધી કાઢી 13 સપ્ટેમ્બરે પન્નાની ડાયમંડ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો હતો.6.47 કેરેટનો રફ હીરો 2.37 લાખ પ્રતિ કેરેટના હીસાબે રૂપિયા 15.36 લાખમાં વેચાયો હતો.એ જ રીતે 5.05 કેરેટનો હીરા 11.66 લાખમાં વેચાયો હતો.
પન્ના જિલ્લામાં હીરા કટીંગ અને પોલિશિંગ પાર્ક સ્થાપવા પ્રક્રિયા શરૂ કરી : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે મધ્યપ્રદેશ સરકારે રાજ્યના પન્ના જિલ્લામાં હીરા કટીંગ અને પોલિશિંગ પાર્ક સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી છે.જેમાં રત્નોનો વિશાળ ભંડાર છે.મધ્યપ્રદેશના પન્નામાં હીરાના ભંડાર છે.પરંતુ અહી હીરાને પોલિશ્ડ કરવાની કામગીરી થતી નથી.જેથી હીરા પોલિશ્ડ કરવાની કામગીરીને કાર્યરત કરવા અમે અહીં ડાયમંડ પાર્ક સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી છે.ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 380 કિલોમીટર દૂર પન્ના જિલ્લામાં કુલ 12 લાખ કેરેટ રફ હીરા હોવાનો અંદાજ છે.