ટિફની એન્ડ કંપનીના સારા પ્રદર્શનને લીધે એલવીએમએચ ગ્રુપની કમાણીમાં 28 ટકાનો વધારો

DIAMOND TIMES : ફ્રાન્સના લક્ઝરી સામાન વેચતા ગ્રુપ એલવીએમએચ દ્વારા પહેલા હાફમાં વૃદ્ધિ નોંઘાવી છે. કંપનીની આવક 28 ટકા વધારા સાથે 37.3 બિલિયન ડોલર થઇ છે. આનું મુખ્ય કારણ ટિફની એન્ડ કંપનીનું શાનદાર અર્ધવાર્ષિક હોવાનું કહેવાય છે.

કંપનીએ કહ્યું કે, તેના તમામ વ્યાપારિક ગ્રુપ દ્વારા આ અવધિ દરમિયાન ડબલ ડિજિટમાં આવકની વૃદ્ધિ હાંસલ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન ઘડિયાળો અને જ્વેલરીમાં 16 ટકા વૃદ્ધિ નોંધાવી છે અને આ રિકરિંગ ઓપરેશનને લીધે ગ્રુપનો લાભ 26 ટકા વધ્યો છે. 2022ના પહેલા હાફ માટે કંપનીએ 1 બિલિયન ડોલરનો લાભ મેળવ્યો છે.

ગ્રુપ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પહેલા હાફમાં ટિફની એન્ડ કંપનીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું જેને લીધે અમેરિકામાં વેપાર મજબૂત ગતિથી આગળ વધ્યો છે. આ નિવેદનમાં બુલગારી, ચૌમેટ એન્ડ ફ્રોગ, ટૈગ હ્યુઅર, હેબ્લોટ અને જેનિથનો પણ ઉલ્લેખ કરાયો છે.

એલવીએમએચના ચેરમેન અને સીઇઓ બર્નાર્ડ અરનોલ્ટે કહ્યું કે, અમે વિશ્વાસ સાથે વર્ષના બીજા હાફમાં પ્રવેશ કરી રહ્યા છે પરંતુ હાલના રાજકીય અને દેશોની સ્વાસ્થ્ય સ્થિતિને જોતા અમે સાવધાન છીએ અને અમારી ટીમોની ચપળતા અને પ્રતિભા પર ભરોસો કરીશું જેથી અમારી ટીમને મજબૂત કરી શકીશું.