હીરા અને ઝવેરાતના કારોબાર સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રેરણા મળે અને ગૌરવ થાય તેવી વાત એ છે કે લુઈસ વીટન મોએટ હેનેસી કંપની યુનિક હીરા-બહુ મુલ્ય ઝવેરાત,પુરુષો અને સ્ત્રીઓ માટે વૈભવી ઘડિયાળો અને એસેસરીઝ સહીત સહીત વિવિધ વૈભવી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેંચાણ સાથે સંકળાયેલી છે. LVHMમાં 70 બ્રાન્ડ નો સમાવેશ થાય છે. જેમાં લુઈસ વીટન, સેફોરા, ટિફની એન્ડ કંપની, સ્ટેલા મેકકાર્ટની, ક્રિશ્ચિયન ડાયો,ગુચી, અને ગિવેન્ચી સામેલ છે.
DIAMOND TIMES – હીરા અને ઝવેરાતના કારોબાર સાથે સંકળાયેલા તમામ લોકોને ગૌરવ થાય એવા ઉત્સાહ જનક સમાચાર મુજબ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને ઇલોન મસ્કને પછાડી લુઈસ વીટન મોએટ હેનેસીના પ્રમુખ બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનેર્સની સૂચિ અનુસાર ફ્રેન્ચ ઉદ્યોગ પતિ બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ 19890 કરોડ ડોલર અને જેફ બેઝોસ ની કુલ સંપત્તિ 19490 કરોડ ડોલર છે. જ્યારે ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમુખ મસ્કની કુલ સંપત્તિ 185.5 અબજ ડોલર આંકવામાં આવતા તેમને ત્રીજુ સ્થાન મળ્યુ છે.
કંપની પરિચય : – LVMH ના ટુંકા નામથી વિખ્યાત લુઈસ વીટન મોએટ હેનેસી કંપની યુનિક હીરા-બહુ મુલ્ય ઝવેરાત પુરુષો અને સ્ત્રીઓ માટે વૈભવી ઘડિયાળો અને એસેસરીઝ સહીત સહીત વિવિધ વૈભવી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેંચાણ સાથે સંકળાયેલી છે.LVHMમાં 70 બ્રાન્ડનો સમાવેશ થાય છે. જેમાં લુઈસ વીટન, સેફોરા, ટિફની એન્ડ કંપની, સ્ટેલા મેકકાર્ટની, ગુચી, ક્રિશ્ચિયન ડાયો અને ગિવેન્ચી સામેલ છે.આ ઉપરાંત કંપની અખબારો અને સામયિકો પણ પ્રકાશિત કરે છે. કંપનીની સ્થાપના 1 જાન્યુઆરી 1987ના રોજ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક પેરિસના ફ્રાન્સમાં છે. ઉલ્લેખનિય છે કે એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર લુઈસ વીટન મોએટ હેનેસી(LVMH)ના પ્રમુખ બર્નાર્ડ આર્નોલ્ટનો જન્મ 5 માર્ચ 1949ના રોજ ફ્રાન્સના સૌથી મોટા શહેરોમાં સમાવિષ્ટ રૂબૈક્સમાં થયો હતો.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવા પાછળનું રહસ્ય : હીરા અને ઝવેરાતના કારોનાર સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રેરણા મળે અને ગૌરવ થાય તેવી વાત એ છે કે લુઈસ વીટન મોએટ હેનેસી કંપની યુનિક હીરા- બહુ મુલ્ય ઝવેરાત , પુરુષો અને સ્ત્રીઓ માટે વૈભવી ઘડિયાળો અને એસેસરીઝ સહીત સહીત વિવિધ વૈભવી ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેંચાણ સાથે સંકળાયેલી છે.કંપનીએ વર્ષ-2021ના પ્રથમ ક્વાર્ટરમાં 14 યુરો બિલિયન ની જંગી આવક નોંધાવ્યા બાદ બર્નાર્ડ આર્નોલ્ટે એલન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને આવકના મામલે પાછળ છોડી દીધા હતા.
રિસ્ટ વોચ અને જ્વેલરીના વેંચાણમાં તીવ્ર વૃદ્ધિના પગલે અગ્રણી બ્રાન્ડ રિચેમોન્ટને યુ.એસ. માર્કેટમાં મજબૂત પુન : રિકવરી મળી છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક અને કારોબાર માં ઉત્સાહ જનક વધારો નોંધાયો છે.30 જૂનના રોજ પૂરા થતાં ત્રણ મહિનામાં કાર્ટીયર, વેન ક્લેઇફ, આર્પેલ્સ અને બ્યુક્સેલેટી સહીતની લકઝરી જુથની કંપનીઓનું જ્વેલરી વેંચાણ 132 ટકા વધીને 2.97 અબજ ડોલર થયુ છે. જે વર્ષ 2019ના સમાન સમય ગાળાની તુલનાએ 38 ટકાનો વધારો સુચવે છે. આ ઉપરાંત પિગેટ અને વેચેરોન કોન્સ્ટેન્ટિન સહિત ના ઘડિયાળ ઉત્પાદક બ્રાન્ડ્સની આવક 136 ટકા વધીને 1 અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનિય છે કે રિચેમોન્ટની કુલ લકઝરી પ્રોડ્કટ્સના વેંચાણમાં જ્વેલરીનો હિસ્સો પચાસ ટકા છે.
અહેવાલ મુજબ એશિયા પેસિફિક સિવાયના મોટાભાગના તમામ દેશોમાં જ્વેલરી બજારમાં રિકવરી જોવા મળી હતી. અમેરિકામાં જ્વેલરી ના સેલ્સ દ્વારા થયેલા વકરામાં 245 ટકાનો વધારો થયો છે.જ્યારે મધ્ય પૂર્વ અને આફ્રિકામાં 135 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.જો કે એશિયા પેસિફિક દેશોમાં પણ જ્વેલરીના વેંચાણમાં 91 ટકાની વૃદ્ધિ થઈ છે.જ્વેલરી બજારના ઉત્સાહજનક વલણના પગલે જ્વેલરી કંપની દ્વારા ગુણવત્તા યુક્ત હીરાની ધુમ ખરીદી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.જે મુજબ અત્યંત નફાકારક કીંમતે જ્વેલરીના જુના સ્ટોકનો નિકાલ થતા હળવીફૂલ થયેલી અગ્રણી લકઝરી કંપનીઓ બજારના સકારાત્મક વલણને ધ્યાને રાખી બિઝનેસની રણનીતી બનાવી રહી છે.