અત્યંત નફાકારક કીંમતે જ્વેલરીના જુના સ્ટોકનો નિકાલ થતા હળવીફૂલ થયેલી અગ્રણી લકઝરી કંપનીઓ બજારના સકારાત્મક વલણને ધ્યાને રાખી બિઝનેસની રણનીતી બનાવી રહી છે.જેમા ગુણવત્તા યુક્ત તૈયાર હીરાનો યોગ્ય પુરવઠો જાળવી રાખવો એ કંપનીઓની પ્રાથમિકતા છે.
DIAMOND TIMES –રિસ્ટ વોચ અને જ્વેલરીના વેંચાણમાં તીવ્ર વૃદ્ધિના પગલે અગ્રણી બ્રાન્ડ રિચેમોન્ટને યુ.એસ. માર્કેટમાં મજબૂત પુન:રિકવરી મળી છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક અને કારોબાર માં ઉત્સાહ જનક વધારો નોંધાયો છે. 30 જૂનના રોજ પૂરા થતાં ત્રણ મહિનામાં કાર્ટીયર, વેન ક્લેઇફ, આર્પેલ્સ અને બ્યુક્સેલેટી સહીતની લકઝરી જુથની કંપનીઓનું જ્વેલરી વેંચાણ 132 ટકા વધીને 2.97 અબજ ડોલર થયુ છે. જે વર્ષ 2019ના સમાન સમયગાળાની તુલનાએ 38 ટકાનો વધારો સુચવે છે.આ ઉપરાંત પિગેટ અને વેચેરોન કોન્સ્ટેન્ટિન સહિત ના ઘડિયાળ ઉત્પાદક બ્રાન્ડ્સની આવક 136 ટકા વધીને 1 અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનિય છે કે રિચેમોન્ટની કુલ લકઝરી પ્રોડ્કટ્સના વેંચાણમાં જ્વેલરીનો હિસ્સો પચાસ ટકા છે.
અહેવાલ મુજબ એશિયા પેસિફિક સિવાયના મોટાભાગના તમામ દેશોમાં જ્વેલરી બજારમાં રિકવરી જોવા મળી હતી. અમેરિકામાં જ્વેલરી ના સેલ્સ દ્વારા થયેલા વકરામાં 245 ટકાનો વધારો થયો છે.જ્યારે મધ્ય પૂર્વ અને આફ્રિકામાં 135 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.જો કે એશિયા પેસિફિક દેશોમાં પણ જ્વેલરીના વેંચાણમાં 91 ટકાની વૃદ્ધિ થઈ છે.જ્વેલરી બજારના ઉત્સાહજનક વલણના પગલે જ્વેલરી કંપની દ્વારા ગુણવત્તા યુક્ત હીરાની ધુમ ખરીદી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જે મુજબ અત્યંત નફાકારક કીંમતે જ્વેલરીના જુના સ્ટોકનો નિકાલ થતા હળવીફૂલ થયેલી અગ્રણી લકઝરી કંપનીઓ બજારના સકારાત્મક વલણને ધ્યાને રાખી બિઝનેસની રણનીતી બનાવી રહી છે.જેમા ગુણ વત્તા યુક્ત તૈયાર હીરાનો યોગ્ય પુરવઠો જાળવી રાખવો એ કંપનીઓની પ્રાથમિકતા છે. ઉલ્લેખનિય છે કે વર્તમાન સમયે અમેરીકા માં વેકેશનના પગલે પોલિશ્ડ હીરાનું ટ્રેડીંગ ખુબ જ ધીમુ છે.બીજી તરફ ભારતમાં તૈયાર હીરાનું મેન્યુફેક્ચરીંગ પણ વધ્યુ છે.આ તકનો લાભ લઈ અગ્રણી કંપનીઓએ તૈયાર હીરાનો જરૂરી પુરવઠો અંકે કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.