ડાયમંડ ટાઈમ્સ
લુકાપા ડાયમંડ તેની માલિકીની લિસોથો સ્થિત મોથા કિમ્બર્લાઇટ ખાણમાંથી 215 કેરેટ વજનનો સફેદ કલરનો રફ હીરો મળી આવ્યો છે.મોથે ખાણમાંથી 2019માં વ્યવસાયિક રીતે હીરાની ખાણકામની કામગીરી શરૂ થયા પછી 100 કેરેટથી વધુ વજન ધરાવતા અન્ય ચાર રફ હીરા મળી આવ્યા છે.જ્યારે તાજેતરમા મળી આવેલો 215 કેરેટનો આ પાંચમો મોટો રફ હીરો છે.
લુકાપાના મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફન વેથેરલને કહ્યું કે તાજેતરમા લિસોથો સ્થિત મોથા કિમ્બર્લાઇટ ખાણમાંથી 215 કેરેટ વજનનો રફ હીરો મળી આવતા અમો ખુબ જ ઉત્સાહીત છીએ.ડિસેમ્બર 2020માં પણ આ ખાણમાથી અમને 101 કેરેટ વજનનો રફ હીરો મળી આવ્યો હતો.મોથા ખાણમાથી સતત મોટી સાઈઝના હીરા પ્રાપ્ત થતા ખાણની ઉત્પાદન ક્ષમતા વધારવા કંપનીએ વધુ મોટુ રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.લુકાપાને અત્યાર સુધી આ ખાણમાથી 100 કેરેટ વજનના કુલ 23 અને 200 કેરેટ કરતા વધુ વજનના કુલ ચાર હીરા મળી આવ્યા છે.