હીરાનું ખોદકામ કરતા પન્નાના એક ખેડુતની જન્માષ્ટમી સુધરી ગઈ

1093
File Image
File Image

DIAMOND TIMES – મધ્યપ્રદેશના પન્નાની ધરતીમાં હીરા મળી આવે છે.અનેક સાહસિકો આ વિસ્તારમાં સરકાર ની પરવાનગી લઈને હીરા શોધવાની કામગીરી કરી રહ્યા છે.આ કાર્યમાં અત્યંત ધીરજ અને નશીબની જરૂરીયાત રહેતી હોય છે.કારણ કે એક પ્રકારના જુગાર જેવા હીરા ખોદવાના આ ધંધામાં મોટા ભાગના કિસ્સાઓમાં ઉધારનાણા,બેંકલોન કે ઘરેણા વેંચીને જંગી નાણાનો ખર્ચ થાય છે.આ કામગીરીમાં જંગી ખર્ચ અને અથાક મહેનત કર્યા પછી ઇચ્છીત પરિણામ નહી મળતા મોટાભાગના ખેડૂતો દેવાદાર થઈ જતા હોય છે.પરંતુ જો નશીબ સાથ આપે તો ખેડુતો માલામાલ પણ બની જતા હોય છે.તાજેતરમાં પન્નામાં હીરાનું ખોદકામ કરતા એક ખેડુતને નશીબે સાથ આપતા તેની જન્માષ્ટમી સુધરી ગઈ છે.

પ્રકાશ મજમુદાર નામના ખેડુતને મળ્યો 6.47 કેરેટનો હીરો :- પન્નામાં એક ખેતરમાં હીરા ખોદવાના કામકાજ સાથે સંકળાયેલા પ્રકાશ મજમુદાર નામના ખેડુતને નશીબે સાથ આપતા તેમની જન્માષ્ટમી સુધરી ગઈ છે.પ્રકાશ મજમુદારે સરકારની પરવાનગી સાથે હીરાથી સમૃદ્ધ પન્નામાં જમીનના એક નાના પ્લોટમાં હીરા શોધવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન તેમને ગત તારીખ 27 ઓગષ્ટના રોજ 6.47 કેરેટ વજનનો જેમ ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો છે.જેની કીંમત 40 હજાર અમેરીકી ડોલર(ત્રીસ લાખ રૂપિયા)ની આસપાસ નિર્ધારીત કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે પ્રકાશ મજમુદારને બે વર્ષમાં આ વિસ્તાર માં આ આજસુધીમાં કુલ છ રફ હીરા મળી આવ્યા છે.

રૂપિયા 30 લાખ અંદાજવામાં આવી છે આ રફ હીરાની કીંમત : – મીડીયા અહેવાલ મુજબ અંદાજીત 40 હજાર અમેરીકી ડોલર (ત્રીસ લાખ રૂપિયા)ની કીંમત ધરાવતો જેમ ક્વોલિટીનો આ રફ હીરો સરકારને સોંપી દેવામાં આવ્યો છે.હવે આગામી દીવસોમાં સરકાર દ્વારા આ રફ હીરાની હરાજી કરવામાં આવનાર છે.જેમા હીરાની મળેલી કીંમતમાથી ટેક્સ અને રોયલ્ટીની રકમ બાદ કરી બાકીના નાણા પ્રકાશ મજમુદારને આપી દેવામાં આવશે.ગત વર્ષે મજમુદારને આ જ પ્લોટમાથી 7.44 કેરેટનો મોટો રફ હીરો મળી આવ્યો હતો. ઉપરાંત તેને 2 કેરેટ,2.5 કેરેટ વજનના અન્ય ચાર હીરા પણ મળી આવ્યા છે.

પન્ના જિલ્લામાં 25 ફૂટ બાય 25 ફૂટના પ્લોટમાં સરકારને રોયલ્ટી ચુકવીને અનેક પરિવારો હીરા ખોદવાની કામગીરી કરે છે.આ પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા આનંદીલાલ કુશવાહાને ગત જુલાઇ મહીનામાં 10.69 કેરેટનો રફ હીરો મળી આવ્યો હતો જે 49 લાખમાં વેંચાયો હતો.