લ્યુકારા ડાયમંડને કારોવે ખાણમાથી 1174 કેરેટનો રફ હીરો મળી આવ્યો

744

DIAMOND TIMES – બોત્સવાના ખાતે આવેલી પોતાની સો ટકા માલિકીની કારોવે ખાણમાથી લ્યુકારા ડાયમંડને 1174 કેરેટનો જેમ ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો છે.77X55X33 મિલિમીટરના ઉચ્ચ ગુણવત્તા ધરાવતો આ સફેદ કલરનો રફ હીરો દક્ષિણની AK6 કીમ્બરલાઈટમાથી ખાણકામ દરમિયાન પ્રાપ્ત થયો છે.ઉલ્લેખનિય છે કે વર્ષ 2015થી અત્યાર સુધીમાં કારોવે માઈન્સમાથી 1000 કેરેટથી વધુ વજન ધરાવતો આ ત્રીજો હીરો મળી આવતા લ્યુકારા ડાયમંડને જાણે કે લોટરી લાગી છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ આઇરા થોમસએ કહ્યુ કે આ અગાઉ કારોવે માઈન્સમાથી 1758 કેરેટ વજનનો સેવેલઓ , 1,109 કેરેટનો લેસેડી લા રોના અને અત્યારે 1174 કેરેટનો હીરો મળી આવ્યો છે.તેણીએ ઉમેર્યુ કે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો આ સફેદ કલરનો મોટો રફ હીરો છે.એચબી એન્ટવર્પ સાથે અમારી ભાગીદારી મુજબ એચબી એન્ટવર્પ દ્વારા તેને કટીંગ-પોલિશીંગ કરી હીરાના મૂલ્યવાન સંગ્રહમાં તે રૂપાંતરિત થશે.દરમિયાન થોમસએ જણાવ્યું હતું કે લ્યુકારાને 148 કેરેટના કેટલાક અન્ય ઉચ્ચ-ગુણવત્તાવાળા સફેદ રફ હીરા પણ પ્રાપ્ત થયા છે.ઉપરાંત આ વર્ષે કારોવે ખાણમાથી 100 કેરેટથી વધુ વજનના 17 હીરા અને 300 કેરેટથી વધુ વજન ધરાવતા અન્ય 5 હીરા પણ મળી આવ્યા છે.