DIAMOND TIMES – લ્યુકારા રફ કંપનીની માલિકીની બોત્સવાના સ્થિત કારાવે ખાણમાંથી એક વિશાળ કદનો ફેન્સી પિંક રફ હીરો મળી મળી આવ્યો છે.જેને લઈને કેનેડિયન રફ કંપની લ્યુકારાએ દાવો કર્યો છે કે તે વિશ્વના સૌથી મોટા ગુલાબી હીરા પૈકીનો એક છે. ઉલ્લેખનિય છે કે કોરોવે ખાણની સાઉથ લોબના એકમમાંથી મળી આવેલા આ હીરાની સમાન ગુણવત્તા ધરાવતા અન્ય ત્રણ મોટા પિંક હીરા પણ છે જેનુ વજન 22.1 કેરેટ,11.17 કેરેટ અને 5.05 કેરેટ છે.
વિશ્વના સહુથી મોટા ચાર પિંક હીરામાં સમાવિષ્ટ એવા તાજેતરમાં મળી આવેલો પિંક હીરો 26x17x16 મીમીની સાઈઝ ધરાવે છે. જેને બોટુમેલો નામ આપવામાં આવ્યું છે.જેનો અર્થ બોત્સ્વાનાની મૂળ ભાષા, સેત્સ્વાનામાં “આનંદ” થાય છે. ત્યારબાદ બીજા નંબરે 27.85 કેરેટ વજનના હીરાનો સમાવેશ થાય છે.આ હીરો અલરોઝાની માલિકીની રશિયાની ખાણમાથી મળી આવ્યો હતો.જેને તૈયાર કર્યા પછી તેમાથી 14.83 કેરેટ વજનનો જાંબુડિયો- ગુલાબી હીરો પ્રાપ્ત થયો હતો. આ હીરાને અગ્રણી ઓક્શન હાઉસ સોથેબીઝ દ્વારા વેંચાણ કરવામાં આવતા તેની 26.6 મિલિયન ડોલરની કીંમત મળી હતી.ઉલ્લેખનિય છે કે આજ થી ત્રણ અઠવાડીયા અગાઉ કારોવે ખાણમાથી 77x55x33 મીમી વ્યાસ ધરાવતો 111 કેરેટ વજનનો ક્લાઇવ્જ ડાયમંડ મળી આવ્યો હતો.