લુકારાને કેરોવે ખાણમાંથી 393.5 કેરેટનો રફ હીરો મળી આવ્યો

591

DIAMOND TIMES-લુકારા ડાયમંડ કોર્પોરેશને તાજેતરમાં જ બોત્સ્વાનામાં આવેલી તેની માલિકીની કેરોવે ખાણમાંથી 393.5 કેરેટનો રફ હીરો મળી આવ્યો છે . ઉલ્લેખનિય છે કે આ વર્ષે બોત્સ્વાનાની કેરોવે ખાણમાંથી લુકારા ડાયમંડ કોર્પોરેશને 300 કેરેટથી વધુ વજનનો આ સાતમો હીરો મળી આવ્યો છે.

લુકારા ડાયમંડ કોર્પોરેશનના પ્રવ્ક્તાએ કહ્યુ કે ગયા સપ્તાહે સાઇટના દક્ષિણ લોબ વિસ્તારમાંથી જેમ ક્વોલિટીનો સફેદ કલરનો વધુ એક 393.5 કેરેટનો રફ હીરો મળી આવ્યો છે.લુકારાએ નોંધ્યું છે કેકંપનીને આ વર્ષે મળી આવેલા 300 કેરેટથીવધુ વજનના કુલ સાત રફ હીરા પૈકી આ ત્રીજો મોટો હીરો છે.આ અગાઉ જાન્યુઆરીમાં આ વિસ્તારમાંથી 341 અને 378-કેરેટ વજનના રફ હીરા મળી આવ્યા હતા.લુકારાના સીઇઓ ઇરા થોમસે કહ્યું કે કેરોવે ખાણમાંથી મોટી સાઈઝના જેમ ક્વોલિટીના રફ હીરા મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.પરિણામે લુકારા કારોવેમાં ભૂગર્ભ વિસ્તરણ માટેની પ્રવૃત્તિઓ વધારવાનું વિચારી રહી છે.