લુકાપાની બીજા ક્વાર્ટરમાં કમાણી 36 ટકા ઘટીને 21.8 મિલિયન ડોલર નોંધાઇ

DIAMOND TIMES : એક તરફ દુનિયાભરની હીરા કંપનીઓ ધીરે ધીરે પાટે ચઢી રહી છે ત્યારે બીજી તરફ રફ ડાયમંડનું વેચાણ કરતી કંપની લુકાપાના વેચાણમાં 36 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લુકાપા 21.8 મિલિયન ડોલરના રફનું વેચાણ કરી શક્યું છે.

અંગોલામાં પોતાની લુલો ડિપોઝિટમાં લુકાપાને ગત મહિને 170 કેરેટનો પિંક ડાયમંડ મળ્યો હતો તે છતાં ઓસ્ટ્રેલિયન માઇનિંગ કંપનીની આવક 47 ટકાના ઘટાડા સાથે 15.6 મિલિયન થઇ છે. આ દરમિયાન કંપનીની લેસોથોમાં નાની ખાણ મોથે આવકમાં 27 ટકાનો વધારો નોંધાતા 6.2 મિલિયન ડોલર થઇ છે.

લુકાપાએ જણાવ્યું હતું કે બંને ખાણોમાં કેરેટ દીઠ રફ કિંમત 2021ના પહેલા ક્વાર્ટરની સરખામણીમાં આ વર્ષના સમાન સમયગાળામાં 42 ટકા ઘટી છે.

મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફન વેથરૉલે જણાવ્યું હતું કે, ક્વાર્ટર દરમિયાન ખાણકામની કામગીરી સ્થિર રીતે કરવામાં આવી હતી, જો કે મોંઘવારી અને મર્યાદિત પુરવઠાના વાતાવરણની અસર પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મોથે પર પડી હતી.

નવા વર્ષનો બીજો ભાગ વધુ મજબૂત રીતે શરૂ થયો છે, અને અમે પ્લાન્ટ થ્રુપુટને ઑપ્ટિમાઇઝ કરવા અને વર્તમાન ઓપરેટિંગ વાતાવરણમાં ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે.