લુકાપાને લુલો ખાણમાથી વધુ એક 144 કેરેટ વજનનો રફ હીરો મળી આવ્યો

715

DIAMOND TIMES – ખાણ કંપની લુકાપા ડાયમંડને અંગોલામાં આવેલી તેની 40 ટકાની માલિકીની લુલો ખાણના એલોવિયલ વિસ્તારમાંથી જેમ ક્વોલિટીનો III – D કલરનો 144 કેરેટ વજનનો વધુ રફ ડાયમંડ મળ્યો છે.લુકાપા ડાયમંડને લુલો ખાણકામની કામગીરી શરૂ થયા પછી અત્યાર સુધીમાં 100 કેરેટથી વધુ વજન ધરાવતો આ છઠ્ઠો રફ હીરો મળી આવ્યો છે.વર્ષ 2021ની શરૂઆતમાં જ ઇન્વેન્ટરીમાં બે ખાસ ગુલાબી હીરાની સાથે 100 કેરેટથી વધુ વજન ધરાવતા હીરા મળી આવવાના કારણે લુકાપા ખુબ જ સારી સ્થિતિમાં આવી ગઈ છે.

લુકાપાના મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફન વેથેરલે કહ્યું કે અંગોલામાં આવેલી તેની 40 ટકાની માલિકીની લુલો ખાણ વર્ષ 2015થી વ્યાપારીક ધોરણે શરૂ કરવામાં આવી હતી.લુલો ખાણ વિશ્વના સૌથી પ્રથમ એવી ખાણ છે કે જેમાથી મળી આવતા રફ હીરાની પ્રતિ કેરેટ વધુ કીંમત મળે છે.