ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક મર્લિન ખાણમાથી 1.14 બિલિયનની કીંમતના રફ હીરા મળી આવવાની લુકાપાને અપેક્ષા

19

DIAMOND TIMES – આફ્રીકન દેશ અંગોલામાં લુલો અને લેસોથો (મોથે) એમ બે રફ હીરાની ખાણની માલીકી ધરાવતી લુકાપા ડાયમંડ કંપની લિમિટેડ ઝડપથી વૃદ્ધિ પામતી હીરા ઉત્પાદક કંપની છે.લુકાપાને લુલો ખાણમાથી પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.આ કંપનીએ વ્યાપાર વૃદ્ધિ વ્યૂહ રચનાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા સ્થિત ઐતિહાસિક મર્લિન ડાયમંડ પ્રોજેક્ટને હસ્તગત કર્યો છે.લુકાપા મર્લિન ખાણને નવેસરથી વિકસાવી પુન: રફ હીરાનું ઉત્પાદન મેળવવા ની યોજના ધરાવે છે.જેને અનુલક્ષીને લુકાપાએ મર્લિન ડાયમંડ ખાણને પુનઃ જીવિત કરવાની કામગીરી પુરજોશમાં આરંભી દીધી છે.

લુકાપાના મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફન વેથરૉલે જણાવ્યું હતું કે68.4 મિલિયનના ખર્ચે આ ખાણને વિકસાવવામાં લગભગ બે વર્ષ લાગશે અને તે લગભગ 200 લોકોને રોજગાર આપશે.ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક મર્લિન ખાણમાથી 1.14 બિલિયનની કીંમતના રફ હીરા મળી આવવાની તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.તેમણે ઉમેર્યુ કે સંશોધન દર્શાવે છે કે ઓપન-પીટ અને વર્ટિકલ-પીટ માઇનિંગ તકનીકોનો ઉપયોગ કરીને કુલ 2.1 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન આપવા આ ખાણ સક્ષમ છે.મર્લિન ખાણમાથી રફ હીરાનું વાર્ષિક ઉત્પાદન 153,000 કેરેટ સુધી પહોંચશે.જેની પ્રતિ કેરેટ દીઠ 508 ડોલરની સરેરાશ કિંમત ધારવામાં આવી છે.આ હીસાબે પ્રતિવર્ષ 115 મિલિયન ડોલરની આવક થવાની પણ લુકાપાને ધારણા છે.