DIAMOND TIMES – આફ્રીકન દેશ અંગોલામાં લુલો અને લેસોથો (મોથે) એમ બે રફ હીરાની ખાણની માલીકી ધરાવતી લુકાપા ડાયમંડ કંપની લિમિટેડ ઝડપથી વૃદ્ધિ પામતી હીરા ઉત્પાદક કંપની છે.લુકાપાને લુલો ખાણમાથી પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.આ કંપનીએ વ્યાપાર વૃદ્ધિ વ્યૂહ રચનાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક મર્લિન ડાયમંડ પ્રોજેક્ટને હસ્તગત કર્યો છે.લુકાપા આ ખાણને નવેસરથી વિકસાવી પુન: રફ હીરાનું ઉત્પાદન મેળવવા ની યોજના ધરાવે છે.જેને અનુલક્ષીને લુકાપાએ મર્લિન ડાયમંડ ખાણને પુનઃ જીવિત કરવાની કામગીરી પુરજોશમાં આરંભી દીધી છે.
ઓસ્ટ્રેલિયન ડાયમંડ્સ અને હાલમાં મર્લિન ડાયમંડ્સ તરીકે ઓળખાતી ખાણને વર્ષ 2004માં લુકાપાએ ખરીદી લીધી હતી.અગાઉ આ ખાણનું સંચાલન રફ કંપની રિયોટીન્ટો દ્વારા કરવામાં આવતુ હતુ.પરંતુ રફ હીરાનું નિર્ધારીત ઉત્પાદન નહી મળતા તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી.ઉલ્લેખનિય છે કે ભુગર્ભમાં રફ હીરાનો હાથવગો પુરવઠો આસાનીથી ઉપલબ્ધ નહી બનતા હવે મોટાભાગની રફ ઉત્પાદક કંપનીઓએ જુની ખાણની વિસ્તરણની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
લુકાપાના મેનેજિંગ ડિરેક્ટર” સ્ટીફન વેથરૉલે જણાવ્યું હતું કે મર્લિન ખાણમાં 11 ક્રીમ્બર લાઇટ પાઈપોમાં 4.4 મિલિયન કેરેટ રફ હીરા મળી આવવાની અપેક્ષા છે.મર્લિનનો સફળ વિકાસ લુકાપા માટે પરિવર્તનકારી હશે.કારણ કે કંપનીની ત્રીજી ઉત્પાદક ખાણ રફ હીરાના ઉત્પાદનને વિસ્તૃત કરશે અને આવકમાં નોંધપાત્ર વધારો કરશે