માર્ચમાં આવી રહી છે બેંકોમાં લાંબી રજાઓ : કરો આગોતરૂ પ્લાનિંગ

148

માર્ચ મહિનામાં તહેવારોની 5 રજાઓ અને સાથે રવિવાર અને શનિવાર મળીને કુલ 11 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે.

ડાયમંડ ટાઈમ્સ
ભારતીય રિઝર્વ બેંકે માર્ચ મહિનાની બેંકની રજાઓ જાહેર કરી દીધી છે.માર્ચમાં 11 દિવસો બેંક બંધ રહેશે.તહેવારોના કારણે 5 દિવસ અને રવિવાર અને શનિવારની રજાઓના કારણે 6 દિવસની રજા રહેશે.આમ કુલ 11 દિવસ બેંકમાં રજા રહેશે.અલગ અલગ રાજ્યો અનુસાર બેંકની રજાઓ અલગ અલગ હોય છે. તેના કારણે બેંકની રજાઓ તહેવાર પર આધાર રાખે છે. માર્ચ મહિનાની પહેલી રજા 5 માર્ચે અને પછી 7 માર્ચે રવિવાર હોવાથી બંધ રહેશે.
11 માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર હોવાથી દેશની તમામ બેંક બંધ રહેશે. આ પછી 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર અને 14 માર્ચે રવિવાર છે. આમ સતત બેંકમાં 2 દિવસની રજા રહેશે. આ પછી 21 માર્ચે રવિવારની રજા રહેશે અને 22 તારીખે બિહાર દિવસના કારણે બિહારની બેંકોમાં રજા રહેશે.મહિનાનો ચોથો શનિવાર 27 માર્ચે, 29 માર્ચે રવિવાર અને સાથે જ 29 અને 30 તારીખે હોળીની રજા હોવાથી તે દિવસે પણ સળંગ 4 દિવસ સુધી રજા રહેશે. 29 અને 30 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર હોવાથી 2 દિવસ દરેક બેંકો બંધ રહેશે.