લાઇટબોક્સના પવન ઉર્જાથી નિર્મિત લેબગ્રોન હીરા સંપૂર્ણ કાર્બન ન્યુટ્રલ

1515

DIAMOND TIMES : 2018 માં ડી બિયર્સ દ્વારા શરૂ કરાયેલ લેબગ્રોન કંપની લાઇટબોક્સના હીરાને કાર્બન ટ્રસ્ટ દ્વારા કાર્બન ન્યુટ્રલ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. લાઇટબોક્સ તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ યુએસએના ઓરેગોનમાં પોર્ટલેન્ડ ખાતે તેની નવી 94 મિલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવેલા ફેસિલિટીમાં હીરા પ્રોડક્શન માટે100 ટકા રિન્યુએબલ પવન ઉર્જાનો ઉપયોગ કર્યો છે. કંપની બાંગ્લાદેશ, ચીન અને ભારતમાં વધુ ઇમીશન ઇન્ટેન્સીવ લોકેશન પર રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને ટેકો આપતા કાર્બન સર્ટીફાઇટ ઑફસેટ પ્રોજેક્ટ્સ દ્વારા ઉત્પન્ન થતા કોઈપણ બાકી રહેલા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને સરભર કરે છે, જ્યાં કંપની હીરાને કટિંગ અને પોલિશ્ડ કરે છે.

ગત ઑક્ટોબરમાં સ્વારોવસ્કીએ કહ્યું હતું કે લાઇટબોક્સ તેની લેબગ્રોન ઉર્જાના ઉત્પાદન માટે વપરાતી ઊર્જાને સરભર કરશે અને પ્રક્રિયાને ક્લાયમેટ ન્યુટ્રલ તરીકે પ્રમાણિત કરશે. યુકે સ્થિત કાર્બન ટ્રસ્ટનું કહેવું છે કે તે નેટ ઝીરો સુધીના તેમના રૂટને વેગ આપવા માટે અગ્રણી વ્યવસાયો, સરકારો અને નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે.

લાઇટબૉક્સના સીઇઓ એન્ટોઇન બોર્ડે જણાવ્યું હતું કે, આજની જાહેરાત ટકાઉપણાના અમારા માર્ગ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમારા લેબગ્રોન હીરા બનાવવાની પર્યાવરણીય અસરને ઘટાડવી એ એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે અને અમે અમારી સમગ્ર સંસ્થામાં કાર્બન ન્યુટ્રલ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વધારાના પગલાં લઈને આ ધ્યેયને અનુસરવાનું જાળવી રાખીશું.