આપણે મોટા ઉદ્યોગસાહસિકોની સફળતાની ગાથાનું ગુણગાન કરતા હોઈએ છીએ, પ્રેરણા લેતા હોઈએ છીએ. પરંતુ, મોટાભાગની સાહસિક વાતોમાં એક વસ્તુ કોમન જોવા મળે છે, એ છે મોટા વ્યવસાય અને ઔદ્યોગિક સામ્રાજ્યની આડાશમાં તેમના અંગત જીવનમાં આવતા ઝંઝાવાત. પોતાના ધંધાને આગળ લઇ જતી વખતે ઘણીવાર પરિવાર પાછળ છુટી જતો હોય છે. એટલે એકદમ પરફેક્ટ વર્ક-લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચેનું બેલેન્સ જ એક સફળ બિઝનેસમેનની નિશાની છે.
પશ્ચિમી દેશોમાં વર્ક લાઈફ બેલેન્સ (WLB) કોન્સેપ્ટ લગભગ બધી નાની-મોટી કંપનીઓમાં વર્ષોથી અમલમાં લેવાય છે. આપણા દેશમાં મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ હીરાઉદ્યોગમાં પણ અગ્રણી કંપનીઓએ પોતાના મેનેજમેન્ટ માં સમાવેશ કર્યો છે. એમાંય છેલ્લા દોઢ વર્ષમાં કોવિડ ની અસરે મોટા તેમજ નાના એકમોમાં પણ WLB ની જ३રૂરીયાત દ્રઢ કરી છે. તો આ વર્ક લાઈફ બેલેન્સ છે શું? દિવસમાં 12 કલાક માંથી 6 કલાક વર્કને અને 6 કલાક પર્સનલ લાઈફ ને આપવા એવું? નહિ, વર્ક અને પર્સનલ લાઈફ વચ્ચે એવી રીતે મેનેજમેન્ટ કરવું કે બંને મોરચે હેલ્ધી ટાઈમ ખર્ચી શકો. જયારે કામ પર હોઈએ ત્યારે પૂર્ણ રીતે કામને વફાદાર રહી પ્રોડક્ટિવ બની શકીએ અને જયારે પર્સનલ સ્પેસમાં હોઈએ ત્યારે પોતાની, પરિવારની, મિત્રોની સાથે એન્જોય કરી શકીએ. જેટલી ધંધામાં સફળતા અનિવાર્ય છે એટલું જ જરૂ३રી છે કે આપણું શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન તંદુરસ્ત રહે. UK નાં મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન ના સંશોધન મુજબ, 40 ટકાથી વધુ લોકો કામને લીધે જીવનની અતિઉપયોગી ક્ષણો, પરિવાર અને મિત્રોને અવગણે છે અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. લાંબા ગાળા માટે અને ઓવરટાઈમ કામ કરનારા કર્મચારીઓ કે માલિકો સ્ટ્રેસ, એન્ગઝાઈટી અને ડિપ્રેશન નો શિકાર બને છે.આપણે સારી રીતે જાણીએ છીએ કે ચાઈના અને અન્ય મુખ્ય દેશોમાં કામનો સમય (અંદાજીત 8 થી 5)અને કામ નાં દિવસો (અંદાજિત સોમ થી શુક્ર) કરતા ભારતમાં વધુ સમય ફાળવવામાં આવે છે છતાં ઓવરઓલ, આપણે એના જેવું પરફોર્મન્સ, પ્રોડક્ટ ગુણવતા, કસ્ટમર સર્વિસ અને ફોલોઅપ જાળવી નથી શકતા, ઉપરાંત એના જેટલી લાઈફ પણ એન્જોય નથી કરી શકતા એ કડવી વાસ્તવિકતા છે. પરંતુ, એને સુધારવામાં WLB કોન્સેપ્ટ મુખ્ય પરિબળ બની શકે.
વર્ક – લાઈફ બેલેન્સ (WLB) માટેનાં મુખ્ય તબક્કાઓ
કાર્ય અને ટાઈમ લિમિટ સેટ કરો
જો તમે વર્ક લાઈફ ટર્મને તમારા જીવનનો હિસ્સો બનાવવા ઇચ્છતા હોય તો તમારે પહેલું કામ તમારા પોતાના સમયને ઓળખીને મેનેજ કરવું જોઈએ. તમે કયો સમય વર્ક માટે ડેડિકેટ કરશો અને ક્યાં સમયે પર્સનલ લાઈફમાં ઓક્યુપાય થશો એ તમારી અનુકૂળતા મુજબ નિશ્ચિત કરવું. જો તમે 6 દિવસ ડેડિકેટ થઈને કામ કરવાનું પસંદ કરતા હોય તો પર્સનલ લાઈફ માટે સન્ડે પર પસંદગી ઉતારો. જેમાં તમે ‘ નો વર્ક રિલેટેડ ફોન કોલ્સ કે ઈમેલ ‘ જેવો ३િનયમ બનાવી શકો છો. એ જ રીતે દિવસના આઠ નવ કલાક વર્ક માટે ડેડિકેટ કરતા હોય તો ડિનર વિથ ફેમિલી, બાળકોને સમય આપવાનો, વાંચન કે શોખ માટે ફાળવવો જોઈએ. આવું પ્લાનિંગ તમે તમારા વર્કનો પ્રકાર, વર્કલોડ વગેરેને આધારે પણ કરી શકો છો. ટૂંકમાં, વર્ક લાઈફ બેલેન્સ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જે ટાઈમ મેનેજમેન્ટ, કમિટમેન્ટ અને તમારી પ્રાયોરિટીઝ ને સાંકળે છે. આ માટે તમારી પર્સનલ પ્રાયોરિટીઝ અને પ્રોફેશનલ પ્રાયોરિટીઝ નું શિડ્યુલ બનાવવું જોઈએ. શિડ્યુલ બનાવતી વખતે ખાસ યાદ રાખો કે, દિવસના અલગ-અલગ સમયે આપણું એનર્જી લેવલ પણ અલગ હોય છે, મુડ અલગ હોય છે. જેમ કે ઓફિસમાં પહેલા બે-ત્રણ કલાક આપણું એનર્જી લેવલ એકદમ આસમાને હોય એટલે ટોપ પ્રાયોરિટીઝમાં હોય તેવા કામ આપણે આ ગાળામાં શિડ્યુલ કરવા જોઈએ. એવી જ રીતે, સાંજે આપણે થાકી ગયા હોઈએ ત્યારે એવા કામ કરવા જોઈએ જેમાં તમારી એનર્જી ખાસ ન વપરાય જેમ કે બીજા દિવસના કામ નું ટુ-ડુ લીસ્ટ તૈયાર કરવુ, સહકર્મચારીની સમસ્યા સાંભળવી, આગલા દિવસે કરવાના કામની બ્રીફ આપવી વગેરે. આ જ બાબત તમારી પર્સનલ લાઈફના શિડ્યુલને પણ લાગુ પડે છે. કામની સરળ રીતે ફાળવણી માટે તમે અમેરિકાના 34 માં પ્રેસિડેન્ટ ઇઝેનહોવર સંશોધિત ‘ ઘ ઇઝેનહોવર િડસીઝન મેટ્રિક્સ’ નો ઉપયોગ કરી શકો.
a) અરજન્ટ અને ઈમ્પોર્ટન્ટ: પહેલા બોક્સમાં ઈમ્પોર્ટન્ટ અને ટુંકા સમયગાળામાં કરવા પડે એવા કામોનું લિસ્ટ બનાવો, જે તમારી ટોપ પ્રાયોરિટી માં આવે છે. જેમ કે, ક્લાયન્ટ સાથેની મીટીંગનું પ્રેઝન્ટેશન બનાવવું, બીમાર બાળકને દવાખાને લઇ જવો વગેરે. આ કામ એજ દિવસે અથવા થોડા કલાકોમાં કરવા જોઈએ.
b) ઈમ્પોર્ટન્ટ પરંતુ અરજન્ટ નથી : બીજા બોક્સમાં એવા કામનું લિસ્ટ બનાવો જે મહત્વનું તો છે પરંતુ અરજન્ટ નથી. આ કામ કરવા અનિવાર્ય છે પરંતુ તાત્કાલિક જરૂ३ર નથી જેમકે ડોક્ટર પાસે ફિટનેસ ચેકઅપ માટે જવું, ડેટા નો બેકઅપ લેવો વગેરે.
c) નોટ ઈમ્પોર્ટન્ટ, બટ અરજન્ટ: ત્રીજા બોક્સમાં એવા કામો આવે છે જે અરજન્ટ તો છે પરંતુ મહત્વના નથી. આવા કામ તમે જાતે કરવાને બદલે અન્યને સોંપી શકો છો, જેમ કે ડોક્યુમેન્ટ કુરિયર કરવા, જૂની ફાઈલ શોધવી વગેરે.
d) નોટ ઈમ્પોર્ટન્ટ નોટ અરજન્ટ: ચોથા બોક્સમાં એવા કામ છે, જે જરાય મહત્વના નથી અને અરજન્ટ પણ નથી. આ કામ એકરીતે તો તમારા માટે અવરોધ३રૂપ પણ છે જેમ કે લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું, મિત્રો સાથે ગપ્પા મારવા વગેરે. જે તમને ઈમ્પોર્ટન્ટ અને અરજન્ટ કામ કરવામાં અવરોધ३રૂપ બને છે, જેને ટાળવામાં જ લાભ છે.
આ રીતે, દિવસના તમારા વર્ક અને પર્સનલ લાઈફના કામોને ચાર બોક્સમાં વહેંચી શકો છો. જેથી, હવેથી એ અહેસાસ થશે કે ક્યાં કામોમાં આપણો દિવસનો સમય વધારે પસાર થાય છે અને ખરેખર ક્યાં કામોમાં હોવો જોઈએ.
ટીમ લીડર કે માલિક તરીકે વિશેષ જવાબદારી
જે રીતે ક્રિકેટમાં એક કેપ્ટનની ભુમિકા મહત્વની હોય છે, તેવી જ રીતે દરેક કંપની, વ્યવસાય, પ્રોજેક્ટમાં ટીમ લીડર, મેનેજર કે માલિકની ભુમિકા મહત્વની બની રહે છે. તમારા વર્તનથી કર્મચારીઓ શીખે છે. કંપનીમાં કેવી રીતે વર્તવું, કઈ બાબતોને મહત્વ આપવું જેવી અનેક બાબતે તમારા ટીમમેટ્સ કે કર્મચારી પ્રેરણા લે છે. આવા સમયે જો તમારા વર્ક- લાઈફમાં અસંતુલન હશે તો એની અસર સ્ટાફ અને મેનેજમેન્ટ પર પડવાની છેવટે તમારા પ્રોજેક્ટ, ટીમવર્કની ભાવના, પ્રોડક્ટીવીટી અને પ્રોફિટને અસર કરે છે.
ટીમ લીડર તરીકે વર્ક લાઈફ બેલેન્સ માટે આટલું કરો
- તમારી જવાબદારીમાં આવતા કાર્યક્ષેત્રના પ્રશ્નોનો ઉકેલ તમે જાતે જ લાવી શકશો. કહેવાય છે કે ઈશ્વર પણ તેને જ મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે. આ સત્ય સ્વીકારો અને તમારી જાતને સંતુલન માટે તૈયાર કરો.
- વર્ક લાઈફ બેલેન્સ એ કોઈ આકસ્મિક કે ચમત્કારિક ઘટના નથી. તે માટે આયોજન કરવા પડે છે. જેમાં કામની પ્રાયોરિટીઝ, કમિટમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે.
- તમે તમારા વ્યવસાય ને કે કાર્યક્ષેત્રને કેવો બનાવવા માંગો છો તે નક્કી કરો. સફળતાની તમારી વ્યાખ્યા, પર્સનલ વેલ્યુઝ, કંપનીના કોર વેલ્યુઝ (મુળભુત સિધ્ધાંતો) અને એથિક્સ વગેરે અંગે મક્કમ બનો.
- તમારો આદર્શ દિવસ કેવો હોવો જોઈએ, તે અંગેની બ્લુપ્રિન્ટ બનાવો.
- તમારા કર્મચારી પાસે તમે જે કામ કરાવવા ઈચ્છો છો, એ કામને પહેલા તમે પુરા ઊંડાણથી સમજો. પ્રોડક્ટ નોલેજ, ટેક્નિકલ માહિતી, કાર્યપદ્ધતિ, પ્રોબ્લમની શક્યતાઓ અને સોલ્યુશન વગેરેમાં ખુદનો અનુભવ આત્મવિશ્વાસ કેળવશે અને કાર્યક્ષમતામાં સુધારો લાવશે.
- હેલ્ધી ઈટિંગ, ટીમમેટ્સ સાથે ફેમીલીઅર વાતચીત, સોશિયલ મીડિયાનો લિમિટેડ યુઝ, કામ વચ્ચે બ્રેક જેવી હેલ્ધી હેબિટ્સ વિકસાવવી જોઈએ. વિદેશી કંપનીઓમાં કામની શરૂઆત પહેલા શોર્ટ મેડિટેશન/પ્રાર્થના, દિવસમાં 3-4 મીની બ્રેક, લંચબ્રેક સાથે પાવરનેપ વગેરે કોન્સેપ્ટથી કાર્યક્ષમતા, ગુણવતા અને સ્ટાફ ટર્નઓવર (નવા જુના સ્ટાફની ફેરબદલી) માં અસરકારક પરિણામો મળ્યા છે.
કર્મચારીઓને WLB શીખવવામાં હેલ્પફુલ બનો
કામ અને અંગત જીવન એકબીજા સાથે જોડાયેલા છે. જો વર્કપ્લેસ પર હાજર રહેલો કર્મચારી તેના પારિવારિક કે અંગત જીવનમાં સમસ્યાઓથી ઘેરાયેલો હશે તો તે વર્કપ્લેસ પર યોગ્ય રીતે પરફોર્મ નહિ કરી શકે જે ગુસ્સો અને તણાવમાં પરિણમે જેનાથી તેની પ્રોડક્ટિવિટી ઘટી જશે, ઉપરાંત, ટીમ અને કંપની પર પણ અસર થાય.
એક બિઝનેસમેન તરીકે તમારી જવાબદારી બને છે કે, કર્મચારીઓ માટે વર્ક લાઈફ બેલેન્સને પ્રાયોરિટી આપો. આ માટે તમે ભલે પ્રત્યક્ષ તેમાં મદદ३રૂપ નથી થઇ શકવાના, પરંતુ વર્કપ્લેસ પર કેટલીક ગાઇડલાઇન ચોક્કસ બનાવી શકો છો, જેનાથી તમારા કર્મચારીઓ તેમની પર્સનલ લાઈફ માટે સમય ફાળવી શકે. અનેક સંશોધનો દર્શાવે છે કે, જે કર્મચારી તેની પર્સનલ લાઈફ એન્જોય કરે છે, તેની ઉત્પાદનક્ષમતા અને ક્રિએટિવિટી મજબુત હોય છે. અહીં આપેલી કેટલીક ટિપ્સની મદદથી એમ્પ્લોયર અને એમ્પ્લોયી સંયુક્તપણે વર્ક લાઈફ બેલેન્સને અમલમાં મૂકી શકે છે.
a) ફ્લેક્સિબલ વર્કિંગ : તમે ઓવરટાઈમ વિના નિયત સમયમાં કામ પૂરૂ કરનાર કર્મચારીને રીવોર્ડ આપવાનો કોન્સેપ્ટ અમલમાં મૂકી શકો છો. આજે અનેક કંપનીઓ વર્ક ફ્રોમ હોમ, જોબ શેરિંગ, ફ્લેક્સિબલ ટાઈમ, કરીઅર બ્રેક્સ જેવી સુવિધાઓ આપે છે જેનાથી કર્મચારીને રાહત મળે છે અને ઉત્સાહપુર્વક કાર્ય કરવાથી પ્રોડક્ટિવિટી વધે છે.
b) પેઈડ ટાઈમ ઓફ : સામાન્ય રીતે સિક લિવ, પર્સનલ લિવ આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યારેક તમારે કર્મચારીને રિવૉર્ડ३રૂપે અચાનક કે કર્મચારીની જ३રૂરિયાત પ્રમાણે પેઈડ ટાઈમ ઓફ આપી શકો છો. શક્ય હોય તો કર્મચારીની બર્થડે, એનિવર્સરી કે તેના સંતાન/પત્નીની બર્થડે પર આ રીતે ફૂલ કે હાફ પેઈડ ઓફ આપી શકાય.
c) વર્કલાઈફ બેલેન્સ માટે મોડેલ બનો : યાદ રાખો, તમારા કર્મચારી હંમેશા તમને રોલમોડેલ તરીકે સ્વીકારે છે. તમે જેવી રીતે તમારા વિચારોથી, કાર્યક્ષમતાથી વર્કપ્લેસ પર સમય ફાળવશો એવી જ રીતે તમારા કર્મચારી પણ વર્તશે.વર્કપ્લેસ પર શક્ય હોય ત્યાં સુધી કામમાં ડેડિકેશન રાખવું અને પર્સનલ લાઇફથી દૂર રહેવું જોઈએ, અને પર્સનલ સ્પેસમાં હોવ ત્યારે ઓફિસના કામ ટાળવા. જેનું અનુકરણ તમારા કર્મચારી પણ કરશે.
d) બ્રેક તો જોઈએ જ : સતત કામ કરતા રહેવાથી કામમાં મોનોટોની આવી જાય છે. ઘણીવાર કામમાં ગૂંચવાઈ જઈએ અને ઉકેલ ન મળતો હોય ત્યારે ટી બ્રેક લેવાથી થોડા ફ્રેશ થઇ જઈએ છીએ અને ફરી કામ કરવા બેસીએ ત્યારે બેસ્ટ રીતે પૂરૂ થાય છે. વર્કપ્લેસ પર તમે આ માટે રિલેક્સિંગ ३રૂમ, રેસ્ટ એરિયાનો આઈડિયા અમલમાં મુકી શકો જેથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને એમની વચ્ચેના પરસ્પર સંબંધો પણ મજબુત બનશે.
e) વર્કલોડ રીવ્યુ કરો : લીડર તરીકે તમારી જવાબદારી માત્ર કામની વહેંચણી કરવાની જ નથી, પરંતુ કોઈ કર્મચારી વર્કલોડ હેઠળ ન આવે તે જોવાની પણ છે. જે કર્મચારી વ્યસ્ત હોય, સ્ટ્રેસમાં હોય તેવા કર્મચારીને નવો ટાસ્ક આપવાનું ટાળવું જોઈએ અથવા એવા કામ સોંપવા જેમાં એ ફ્રેશ અનુભવે. કર્મચારી પોતે પણ તમારી સાથે મુક્તમને આ અંગે વાત કરી શકે એવું વાતાવરણ બનાવવું જોઈએ.
વર્ક-લાઈફ બેલેન્સ નાં ફાયદા
1) શારીરિક – માનસિક સ્વાસ્થ્ય: વૈશ્વિક લેવલે વર્કપ્લેસ સ્ટ્રેસને મૃત્યુનું પાંચમા નંબરનું મોટું કારણ ગણવામાં આવે છે. જો બિઝનેસ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન નથી સાધી શકતા તો તણાવ અને ચિંતા નું સ્તર સતત ઊંચું રહે છે. જેના કારણે વ્યક્તિ હૃદયરોગ, બીપી, સુગર, અનિદ્રા, મેટાબોલિઝમ ડિસઓર્ડર, ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનો ભોગ બને છે. સ્વસ્થ જીવન માટે વર્ક લાઈફ બેલેન્સ અનિવાર્ય છે.
2) પ્રોડક્ટિવિટી વધે છે: જો તમે પારિવારિક, કામ, સ્વાસ્થ્ય, સંબંધો વગેરે મોરચે સંતુષ્ટ અને મજબુત હશો તો તમારી કાર્યક્ષમતામાં પણ નિશ્ચિતપણે વધારો થશે.
3) સર્જનાત્મકતા વધે છે: જયારે ક્રિએટિવ વર્ક કરવાનું હોય ત્યારે તમે ફિઝીકલી અને મેન્ટલી સ્થિર હોવા જરૂ३રી છે. મનની શાંતિ અને સ્થિરતા આણવાનું કામ વર્ક લાઈફ બેલેન્સ કરે છે.
4) સંબંધો વધુ મજબુત બને છે: જયારે તમે સતત વધુ કલાકો કામ કરો છો, તો એનો અર્થ છે કે તમે જેને ચાહો છો, તેવા લોકોને સમય ફાળવી શકતા નથી. જે આગળ જતા સંબંધો પર નેગેટિવ અસર પાડે છે. આ સંબંધોમાં પારિવારિક સભ્યો, મિત્રો કે સહકર્મચારી પણ હોઈ શકે.
5) સફળતાનો ગ્રાફ ઉંચો લઇ જાય છે: સામાન્ય રીતે એવું કહેવાય છે કે, જેઓ સફળ થવા ઈચ્છે છે તેમણે સતત અને સખત કામ કરતા રહેવું જોઈએ. પરંતુ, સંશોધનો આ બાબતને ખોટી ઠેરવે છે. સંશોધનો પ્રમાણે જે લોકો તેમના કામની સાથે પર્સનલ લાઈફને પણ પ્રાયોરિટી આપે છે, તેઓનું શારીરિક – માનસિક સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત હોય છે અને તેઓ વૈચારિક સ્પષ્ટતા પણ ધરાવે છે, જે ઉત્પાદકતા વધારવામાં અને કાર્યક્ષમતામાં સહાય३રૂપ બને છે.