ધીરધાર કરતી પ્રાઈવેટ કંપનીઓ – બેંકોએ સોના સામે કરેલું ધિરાણ જોખમમાં

151

સોનાના ભાવ પ્રતિદશ ગ્રામ રૂપિયા 56000 થી ઘટીને 44000 સુધી નીચે ગયા છે.હજુ પણ રૂપિયા 42000ની સપાટીનીને સ્પર્શે તેવી ધારણા છે.દરમિયાન રીઝર્વ બેંકે સોનામા 75% થી 90% સુધી ધિરાણની છૂટ આપતા મોટાભાગનું ધિરાણ – નેગેટીવ ઝોનમાં આવી ગયુ છે.ધિરાણ લેનાર રીપેમેન્ટ ન કરે કે માર્જીન ન ભરે તો બેન્કો – ગોલ્ડ લોન કંપનીઓ માટે ઉભી થશે મુશ્કેલી..

DIAMOND TIMES – દેશમાં અને વિશ્ર્વમાં કોરોના ભાવમાં ઓલ-ટાઈમ-હાઈ જેવી રેકોર્ડબ્રેક સપાટી લાંબો સમય રહ્યા બાદ અને હવે આ પાળી ધાતુએ એક નવી સપાટી કાયમી રીતે બનાવી છે તેવા અનુમાન પછી અચાનક જ સોનાના ભાવ ઘટવા લાગતા અને હજુ ભવિષ્યમાં ભાવ થોડા નીચા જઈ શકે છે તેવા સંકેતની સોના સામે ધિરાણ લેનાર અને ધિરાણ કરનાર બન્નેની મુશ્કેલી વધે તેવા સંકેત છે. સોનાના ઉંચા ભાવ જોતા અને કોરોના સંકટના કારરે લોકોને તાત્કાલીક ધિરાણ મળી રહે તે હેતુથી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા સોના સામેના ધિરાણમાં લોન ટુ વેલ્યુ રેશિયો ભાવ સામે ધિરાણની રકમનો ગુણોતર 75%થી વધારીને 90% કર્યો હતો. મતલબ કે અગાઉ જે 10 ગ્રામ સોના પર તેની કિંમતના 75% સુધી ધિરાણ અને 25% માર્જીન માટે ઉપયોગ થતો હતો તે વધારીને 90% કરાયો હતો. જેથી લોકોને વધુ નાણા સોના પર ધિરાણમાં મળી રહે પણ હવે આ વ્યવસ્થામાં સોનાના ભાવ નીચા જતા ધિરાણની રકમ અને સોનાના ભાવ વચ્ચે માર્જીન રહ્યું નથી અને હજું કોમોડીટી માર્કેટમાં ધારણા છે કે સોનુ નહી નીચી સપાટી અને રૂા.42000 સુધી નીચે જઈ શકે છે. ભારત એ તા.7 ઓગષ્ટે સોનાનો ભાવ સૌથી ઉંચી રૂા.56200 એ પહોંચી ગયો હતો અને હવે તે ગઈકાલે રૂા.44000ની સપાટી આસપાસ ટ્રેડ થાય છે.

આમ ઉંચી સપાટીએ જે ધિરાણ થયું હતું તે હવે નીચા ભાવથી માર્જીન ધોવાઈ ગયું હતું અને નેગેટીવમાં પણ આવી ગયું છે. લોકો હવે ગોલ્ડ લોન ભરપાઈ ન કરે તેવી પણ શકયતા છે તો ડીફોલ્ટરના સોનાને વેચવામાં ધિરાણ આપનાર બેન્કો કે ગોલ્ડ લોન લેનાર કંપનીઓને મોટી ખોટ સહન કરવી પડશે.આ સ્થિતિ વચ્ચે શેરબજારમાં જે માર્જીનની રકમ ભરવાની ફરજ પાડવામાં આવે છે તેવી તૈયારી ગોલ્ડ લોન લેનાર માટે કરવાની તૈયારી છે પણ શેરબજારનું ટ્રેડીંગ જો અલગ બાબત છે અને ગોલ્ડ લોન લેનાર વિશાળ વર્ગ ગરીબ છે. જેઓ અંતિમ વિકલ્પ તરીકે આ ધિરાણ લીધું છે. ધિરાણ આપનાર બેન્કો કે અન્ય સંસ્થાઓ માટે તે સોનુ વેચવા સિવાય કોઈ વિકલ્પ નહી રહે.

રિઝર્વ બેન્કે 90% સુધી ધિરાણ આપવાની છૂટ આપી તેનો ફાયદો મોટા પ્રમાણમાં લેવાયો છે. બેન્કો હવે થોડા દિવસ ટ્રેન્ડ જોશે અને જો ભાવ ઘટાડાનો ટ્રેન્ડ ચાલું જ રહે તો લોનની રકમ ઘટાડી બાકીદારને તફાવતની રકમ ભરવા જણાવશે પણ તે કેટલી હદે રકમ ભરપાઈ થાય છે તે અંગે પણ અનિશ્ચિતતા છે.બેન્કો અને અન્ય સંસ્થાઓ જે 9.15% થી 16% સુધી વ્યાજ વસુલે છે. આવી જ સ્થિતિ ખાનગી શાહુકારોની થઈ છે જેમાં એ ખાનગી ધિરાણ આપ્યું છે તેમાં હવે બાકીદારો પર આકરી ઉઘરાણી પણ શરુ કરીને ‘ધરેણા’ છોડાવી જવા અથવા તફાવતની રકમ ભરી દેવા દબાણ લાવ્યુ છે.

વૈશ્વિકગોલ્ડ ઈટીએફમાં પણ સોનાનો જથ્થો ઘટયો 

સોનાના ભાવમાં ઘટાડો થતા વિશ્વમાં જે એકસચેંજ ટ્રેડર ફંડ (ઈટીએફ)માં સોનુ છે તેમાં 84.7 ટન એટલે કે અંદાજ 4.6 બિલિયન ડોલરના સોનાનો ઘટાડો થયો છે. બોન્ડ પરનું વળતર વધી રહ્યું છે જેના કારણે હવે આ પીળી ધાતુમા રસ ઘટવા લાગ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યાની કોરોના સંક્રમણ સમયે ઈટીએફમાં ગોલ્ડ સ્ટોરેજમાં વધ્યો હતો. કારણ કે લોકોને તેમાં સલામતી જોવા મળી હતી. બજારોમાં રોકાણ લાયક પૈસા વધુ હતા પણ રોકાણની તક ન હતી તેથી સોનામાં રોકાણ મળ્યુ હતું. જેના કારણે ભાવ પણ વધ્યા હતા પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને ફેબ્રુઆરીમાં સોનાના સ્ટોરેજમાં 85 ટનનો ઘટાડો થયો છે અને હવે 3681 ટનનો રહ્યો છે.