DIAMOND TIMES – એક ફિલ્મના પ્રીમિયર શો માં અમેરીકન અભીનેત્રી એન્જેલીના જોલી નીચલા હોઠથી હડપચી સુધી 50 ડોલરની કીંમતની 14 કેરેટ સોનાની પીન ધારણ કરી ઉપસ્થિત રહેતા આ લેટેસ્ટ જ્વેલરી ફેશન અને ટ્રેડ અંગે સોસિયલ મીડીયામાં ભારે ચર્ચા જાગી છે.
46 વર્ષીય એન્જેલિના જોલી લોસ એન્જલસના એલ કેપિટન થિયેટરમાં માર્વેલ ફિલ્મ ઈટર્નલ્સના વર્લ્ડ પ્રીમિયરમાં ઉપસ્થિત રહી ત્યારે તેણી સાવ અલગ જ લુકમાં જોવા મળી હતી.એન્જેલીના જોલીએ નીચલા હોઠથી હડપચી સુધી 50 ડોલરની કીંમતની 14 કેરેટ સોનાની પીન ધારણ કરી સહુને ચોંકાવી દીધા હતા.ચિન કફ તરીક ઓળખાતી આ પીન નીના બેરેનાટો દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી,જે ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓથી પ્રેરિત છે.ચિન કફને હાથથી બનાવવામાં આવે છે અને તેને ચહેરા પર સરળતાથી મોલ્ડ કરી શકાય છે.
જો કે એન્જેલિના જોલીના આ નવા લુકથી સોસિયલ મીડીયામાં ભારે ચર્ચા જાગી છે.એક યુઝર્સે તેમની કોમેન્ટમાં લખ્યુ કે હવે એક નવો જ્વેલરી ટ્રેન્ડ શરૂ થવાનો છે.મને લાગે છે કે આ ફેશનને વિશ્વની માનુનિઓ ઘેટાંની જેમ અનુસરશે.