સુરતમાં બન્યો વિશ્વનો સહુથી મોટો લેબગ્રોન હીરો,વિડીયોમાં નિહાળો તેની વિશેષતા

3202
Laboratory Grown Diamond 'Freedom of India' 14.6 CT.
Laboratory Grown Diamond 'Freedom of India' 14.6 CT.

DIAMOND TIMES – સુરતની કંપની ઇથેરિયલ ગ્રીન ડાયમંડ એલએલપીએ વિશ્વના સહુથી મોટા 14.6 કેરેટ લેબગ્રોન હીરાને તૈયાર કરી ઇતિહાસ રચવાની સાથે આ ક્ષેત્રમાં ભારતને ગૌરવ અપાવ્યુ છે.કંપની દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ડિયા નામકરણ પામેલા સ્ક્વેર એમરાલ્ડ કટ હીરાને ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટીટયુટ (IGI) દ્વારા પ્રમાણિત કરી તેને ઉત્તમ ગ્રેડ મળ્યો છે.ઉલ્લેખનિય છે કે ઇથેરિયલ ગ્રીન ડાયમંડ દ્વારા નિર્મિત 14.6 કેરેટના આ લેબગ્રોન હીરાને આગામી તારીખ 27 થી 31 ઓગસ્ટ 2021 દરમિયાન અમેરીકામા આયોજીત થનારા જેસીકે લાસ વેગાસ શો માં બુથ નંબર 8135 પર પ્રદર્શિત કરવામાં આવનાર છે.

કુદરતી હીરાને તૈયાર કરવામાં ભારતનો વર્ષોથી દબદબો છે.પરંતુ ન્યુ ઇન્ડીયામાં ઉભરી રહેલી કટીંગ અને પોલિશિંગની વિશેષ ક્ષમતાઓના કારણે ભારત હવે લેબગ્રોન હીરાના કારોબારના મુખ્ય કેન્દ્રમાં ફેરવાઈ રહ્યું છે.સુરતની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા આ હીરાને IGI દ્વારા પ્રમાણિત કરી તેને ઉત્તમ ગ્રેડ અપાતા લેબગ્રોન હીરાની ખરીદી કરતી નવી જનરેશનમાં ભારતિય કંપનીઓ દ્વારા નિર્મિત લેબગ્રોન હીરા પ્રત્યે વિશ્વાસની ભાવના વધુ પ્રબળ બની છે.

આગામી સમયમાં પણ આ પ્રકારના ઉચ્ચ ગુણવત્તા યુકત લેબગ્રોન હીરા તૈયાર કરવા અમારી કંપની પ્રતિબધ્ધ : હિરવ અનિલ વિરાણી

ઇથેરિયલ ગ્રીન ડાયમંડના માલિક હિરવ અનિલ વિરાણીએ કહ્યુ કે અમને એ જણાવવાતા ખુબ જ આનંદ થાય છે કે ઉચ્ચ ગુણવત્તા યુક્ત અને મોટી સાઈઝના લેબગ્રોન હીરા તૈયાર કરવા માટે અમારી કંપની પાસે રહેલી આધુનિક ટેકનોલોજી વિશ્વની અગ્રીમ હરોળની ટેકનોલોજીને ટક્કર આપે તેવી છે.કુશળ કારીગર અને આધુનિક ટેકનોલોજીની મદદથી અમારી કંપની આગામી સમયમાં પણ આ પ્રકારના ઉચ્ચ ગુણવત્તા યુકત લેબગ્રોન હીરા તૈયાર કરવા પ્રતિબધ્ધ છે.

IGI ઇન્ડીયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર તેહમાસ્પ પ્રિન્ટરે કહ્યું કે ભારત વૈશ્વિક રત્ન અને જ્વેલરી ઉદ્યોગનું હૃદય અને આત્મા બનવાની દિશા માં આગળ વધી રહ્યુ છે. જેમા IGIને સહભાગી બનવા બદલ ગર્વ છે. ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટીટયુટ(IGI)વર્લ્ડવાઇડના સીઇઓ રોલેન્ડ લોરીએ કહ્યુ કે ટેકનોલોજી અપગ્રેડ અને સંશોધન સાથે  ભારતિય  લેબગ્રોન ઉત્પાદકો માટે અમો ગ્રેડિંગ કામગીરી વધારવા માંગીએ છીએ.