લેકમે ફેશન વીક 2021 : આકર્ષક હીરા જડીત આભુષણોએ સૌંદર્યને વધુ નિખાર આપ્યો

964

DIAMOND TIMES – મુંબઇમાં આયોજિત એક લેકમે ફેશન વીક ઇવેન્ટમાં બોલિવુડ અભિનેત્રીઓ હીના ખાન,પૂજા હેગડે, દિવ્યા ખોસલા કુમાર,કૃતિકા કામરા,અનન્યા પાન્ડે અને લારા દત્તા ભુપતિએ રેમ્પ પર આકર્ષક અદાઓનો જાદુ પાથર્યો હતો.આમ તો લેકમે ફેશન વીક ઈવેન્ટ સ્ત્રીઓ માટે વિવિધ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનોના પ્રમોશન માટે યોજવામાં આવી હતી.પરંતુ હીરા અને હીરા જડીત આભુષણો વગર નારીનું સૌંદર્ય અધુરૂ છે એની પ્રતિતિ આ ઇવેન્ટમા જોવા મળી હતી.મોટાભાગની અભિનેત્રીઓએ સુંદર વસ્ત્ર પરિધાનની સાથે મેચીંગ થાય એ મુજબ ઝગમગતા આભુષણો ધારણ કરીને ગ્લેમરની સાથે હીરા જડીત કિંમતી આભુષણોનાં સૌંદર્યને પણ છલકાવ્યુ હતુ.