HPHT પ્રોસેસ દ્વારા લેબગ્રોન હીરા બનાવવાની ટેકનોલોજી વિકસિત કરાશે

1250

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) વચ્ચે એન્જીનિયરીંગ ટેકનોલોજી, ઉર્જા, પર્યાવરણ , ઉત્પાદન, જેમ એન્ડ જ્વેલરી અને ટેકસટાઇલ ક્ષેત્રે ઇનોવેટીવ ટેકનોલોજીનો આવિસ્કાર કરવા એમઓયુ થયા છે.જે અંતર્ગત HPHT પ્રોસેસ દ્વારા લેબગ્રોન ડાયમંડ બનાવવાની આધુનિક ટેકનોલોજી વિકસિત કરવા SVNIT ને સૂચન કરવામાં આવ્યુ છે : દિનેશ નાવડિયા

DIAMOND TIMES – એન્જીનિયરીંગ, ઉર્જા, પર્યાવરણ , પ્રોડકશન  જેમ એન્ડ જ્વેલરી તેમજ ટેકસટાઇલ સહીતના ક્ષેત્ર માટે ઇનોવેટીવ ટેકનોલોજીનો આવિસ્કાર કરવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તેમજ દક્ષિણ ગુજરાતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા,એસવીએનઆઇટીના ડાયરેકટર ડો. એસ.આર. ગાંધી,રિચર્સ એન્ડ કન્સલ્ટન્સી ડીન ડો. જી.સી. જીનવાલા, રિસર્ચ પાર્કના ઇન્ચાર્જ ડો. જે. બેનર્જી સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .ઉલ્લેખનિય છે કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) વચ્ચે થયેલા એમઓયુ પછી હવે દક્ષિણ ગુજરાતના કોઇ પણ ઉદ્યોગો કોન્ટ્રાકટ રિસર્ચ પણ કરાવી વૈશ્વિક સ્પર્ધામાં ઝંપલાવવાની દિશામાં આગળ વધી શકશે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) વચ્ચે થયેલા એમ.ઓ.યુ.અંતર્ગત સ્થાનિક હીરા ઉદ્યોગો સહીત વિવિધ ઉદ્યોગો પાસેથી ટેકનોલોજીને લગતા પ્રશ્નો મેળવીને તેનું નિરાકરણ લાવવા માટે એસવીએનઆઇટીને મોકલવામાં આવશે. એસવીએનઆઇટી આ પ્રશ્નો સંદર્ભે રિસર્ચ કરી તેનું ટેકનીકલ નિરાકરણ લાવશે.ત્યારબાદ ચેમ્બર તેને કોમર્શિયલાઇઝ કરશે.આ ઉપરાંત ચેમ્બર અને એસવીએનઆઇટી સંયુક્ત રીતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે એક કમિટીનું નિર્માણ કરશે જે નવા સ્ટાર્ટઅપ ચેમ્બરને એપ્રોચ કરશે.ચેમ્બર્સ આ સ્ટાર્ટઅપને ભારત સરકાર તથા ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલિસીનો લાભ અપાવવામાં સહાયરૂફ થશે.વળી શોર્ટ લિસ્ટેડ સ્ટાર્ટઅપને એસવીએનઆઇટી તરફથી લેબોરેટરી સપોર્ટ જ્યારે ચેમ્બર તરફથી માર્કેટીંગ સપોર્ટ આપવામાં આવશે.ચેમ્બર સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે એક વેન્ચર ફંડ પણ ઉભું કરશે.આ ફંડનું કમિટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.