લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનો ઝગમગાટ : જ્વેલરી ક્ષેત્રે ઉભરતું નવું માર્કેટ સેગમેન્ટ

34

સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને તેની જ્વેલરીના 300 જેટલાં ઉત્પાદકો અને વેપારીઓ,દિવાળી અને ક્રિસમસના તહેવારોમાં પોષણ ક્ષમ જ્વેલરીના ઉમદા વેપારની આશા, આગામી વર્ષ 2030 સુધી ઇન્ડસ્ટ્રીમાં 20 ટકા સુધી પહોંચી શકે છે લેબગ્રોન ડાયમંડનો માર્કેટ શેર

DIAMOND TIMES – લેબગ્રોનના વૈશ્વિક હીરા બજાર અંગેનો ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચના લેટેસ્ટ અહેવાલ મુજબ આગામી પાંચ વર્ષમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જશે,કૃત્રિમ હીરાનો વ્યાપક ઉપયોગ મશીન ઉત્પાદન,ખાણકામ,તબીબી પ્રક્રિયાઓ,બાંધકામ, પ્રાયોગિક ભૌતિક શાસ્ત્ર અવકાશ અભિયાન , સખત ધાતુ અને પથ્થર કાપવાની પ્રવૃત્તિઓમાં થાય છે.પ્રોડક્ટ એપ્લિકેશનની આ વ્યાપક શ્રેણી કૃત્રિમ હીરા બજારમાં આશાસ્પદ વેચાણની તકો ઉજળી બનાવે છે.

સમગ્ર દુનિયામાં હીરાના કેન્દ્ર તરીકે વિખ્યાત સુરતમાં હવે ખાણમાંથી નિકાળેલાં કુદરતી ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડ (પ્રયોગશાળામાં ઉત્પાદિત)નું ઉત્પાદન સતત વધી રહ્યું છે.હવે લેબગ્રોન ડાયમંડની ચમક જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રસરી છે.અને જ્વેલરી ક્ષેત્રે આ ડાયમંડ તેની અલગ જગ્યા બનાવી રહ્યો છે.લેબગ્રોન ડાયમંડનો ચાહકવર્ગ વધવા સાથે તેના વેલ્યૂ ઍડિશન સાથે બનેલી જ્વેલરીનો ક્રેઝ પણ વધી રહ્યો છે.ભારતના બજારો ઉપરાંત અમેરિકા, યૂરોપ સહિત વિદેશના બજારોમાં પોષણક્ષમ,વ્યાજબી ભાવમાં મળતી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ સતત વધી રહી છે.સંખ્યાબંધ જ્વેલરી ઉત્પાદકોઍ લેબગ્રોન ડાયમંડ સાથે આકર્ષક વેરાયટીની જ્વેલરીનું ઉત્પાદન શરૂ કર્યું છે.અને આ ક્ષેત્રે નવા સ્ટાર્ટ-અપના મંડાણ શરૂ થયા છે.સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીન જ્વેલરી ક્ષેત્રે ઉભરતું નવું માર્કેટ સેગમેન્ટ છે,જેના પસંદગીકારોની સંખ્યા સતત વધી રહી છે.

લેબગ્રોન ડાયમંડ ઍ માનવસર્જિત હીરા છે,જે બે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા HPHT (હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર) અને CVD (કેમિકલ વરાળ ડિપોઝિશન) દ્વારા લેબોરેટરીના વાતાવરણમાં ઉગાડવામાં આવે છે.4C (કેરેટ, કલર, ક્લેરિટી અને કટ) ની બાબતમાં તેના ગુણધર્મો કુદરતી હીરા જેવા જ છે.પરંતું તેના સર્જન અને વૃદ્ધિની પ્રક્રિયા અલગ હોય છે.લેબગ્રોન ડાયમંડ તમામ કદ, આકાર અને રંગોમાં અસ્તિત્વ ધરાવે છે અને તેની અને ખાણના હીરાની રાસાયણિક રચના,ચળકાટ, ભૌતિક ગુણધર્મો અને ઓપ્ટિકલ ગુણધર્મો ઍકસમાન હોય છે.લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજા નંબર પર છે.માંગ વધતા સંખ્યાબંધ ડાયમંડ ઉત્પાદકોઍ હવે સુરતમાં જ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન શરૂ કર્યું છે. હવે દેશમાં તેનું રો મટેરિયલ પણ સરળતાથી ઉપલબ્ધ છે. સુરતમાં આજે 300 જેટલાં ઉત્પાદકો અને વેપારીઓ લેબગ્રોન ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલા છે.ઘરગણે જ લેબગ્રોન ડાયમંડ અને વેલ્યૂ ઍડિશન સાથે પેન્ડેન્ટ, બ્રેસલેટ્સ, મંગળસૂત્ર, રિંગ સહિત આકર્ષક જ્વેલરીનું ઉત્પાદન કરીને સુરતના વેપારીઓ ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ સૂત્રને સિધ્ધ કરી રહ્ના છે.

તમામ વર્ગના લોકોમાં આકર્ષણ જમાવી રહી છે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી

ખાણના કુદરતી હીરાની તુલનાઍ વ્યાજબી કિંમતે મળતા લેબગ્રોન ડાયમંડ વેલ્યૂ ઍડિશન સાથે જ્વેલરીમાં દરેક વર્ગમાં ખાસ આકર્ષણ જમાવી રહ્ના છે. તેની કિમત ખાણના ડાયમંડની કિંમતની તુલનાઍ 30 ટકા થી 40 ટકા જેટલી છે. લેબગ્રોન ડાયમંડ દેખાવ અને ચળકાટમાં આબેહૂબ ખાણના હીરા જેવા જ હોય છે અને તે ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણની દ્રષ્ટિઍ પણ અનુકૂળ છે. આ ડાયમંડ પ્રોસેસ પછી રિ-યૂઝ માટે પણ યોગ્ય છે. ખાસ નોંધવા જેવી બાબત ઍ છે કે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં ઍનર્જી(ઇલેક્ટ્રીસિટી), પાણી, અર્થ ડિસ્પ્લેસમેન્ટ અને હ્નામન ઍફર્ટ(લેબર)નો પણ બચાવ થાય છે. ખાણના હીરાની જેમ જ લેબગ્રોન ડાયમંડનું પણ લેબોરેટરીમાં સર્ટીફિકેશન કરી શકાય છે.

વ્યાજબી કિંમત અને ઇકો ફ્રેન્ડલી ગુણધર્મ : લેબગ્રોન ડાયમંડનું જમા પાસુ

કોવિડ-19 મહામારી દરમિયાન ગ્રાહકોની માનસિકતામાં મોટો ફેરફાર થયો છે, તેઓ હવે પર્યાવરણની દ્રષ્ટિઍ અનુકૂળ હોય તેવી સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવી રહ્ના છે. વિવિધ સંશોધન અહેવાલો અનુસાર લોકો માટે કોઈપણ પ્રોડક્ટની બાબતમાં તે વાતાવરણ ને અનુકૂળ હોય તેવા વિકલ્પો ત્રીજું સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. લેબગ્રોન ડાયમંડ જ્વેલરી કિંમતમાં વ્યાજબી હોવાની સાથે તે ઇકો ફ્રેન્ડલી છે, જે તેનું જમા પાસું છે. જાણકારો અનુસાર લેબગ્રોન ડાયમંડનું પોતાનું અલગ માર્કેટ છે અને તેના ચાહકો વધી રહ્ના છે તેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. વિવિધ પ્રયોગશાળામાં સર્ટીફિકેશન માટે લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

આગામી 10 વર્ષમાં 1 લાખ કરોડને આંબી જશે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું માર્કે

વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડની માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્ના છે.યુવાવર્ગમાં લેબગ્રોન ડાયમંડે અનેરૂ આકર્ષણ જમાવ્યું છે.ઓવરઓલ ડાયમંડ બિઝનેસમાં હાલમાં(2021-22 દરમિયાન) લેબગ્રોન ડાયમંડનો માર્કેટ શેર 3.5 ટકા છે, જે વર્ષ 2030 સુધી 20 ટકા સુધી પહોંચી જશે. ઇન્ડસ્ટ્રીના જાણકારો જણાવે છે કે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની વાત કરીઍ તો તે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં વિકસી રહેલું નવું માર્કેટ સેગમેન્ટ છે. હાલમાં વૈશ્વિક સ્તરે તેનું માર્કેટ 13,000 કરોડનું છે, જે 2025માં ત્રણ ગણું વધીને 36,000 કરોડ અને 2030 સુધી 1,00,000 કરોડને આંબી જશે.

લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું આકર્ષક કલેક્શન, ઓનલાઇન બિઝનેસ પર ફોકસ : પ્રીતિ શેઠ

સુરતમાં જ્વેલરી ક્ષેત્રે સંકળાયેલી કંપનીઓ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરી રહી છે. Maiora Daimonds ના કો-ફાઉન્ડર પ્રીતિ શેઠ જણાવે છે કે, અમે સોલીટેર લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં ખાસ ડિઝાઇનર કલેક્શન રજૂ કર્યું છે. અમારી પાસે 500થી વધારે સોલીટેર ડાયમંડ જ્વેલરીનું કલેક્શન છે. કંપની 14, 18 કેરેટ ગોલ્ડ અને પ્લેટીનમમાં ડિઝાઇનર ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની ઓનલાઇન બિઝનેસ પર ફોકસ વધારી રહી છે. વેબસાઇટ પર બધી જ જ્વેલરી રેગ્યૂલર રાઉન્ડ અને ફેન્સી શેપમાં ઉપલબ્ધ છે. ગ્રાહક ઓનલાઇન વીડિયોકોલ કરીને પ્રોડક્ટ સિલેક્ટ કરી શકે છે. વેબસાઇટમાં EMI, 11+1 પેમેન્ટ પ્લાન પણ રજૂ કરવામાં આવ્યાં છે. દરેક પ્રકારના ક્રેડિટ કાર્ડ, વોલેટ અને પેમેન્ટ ઓપ્શનથી પ્રોડક્ટનું પેમેન્ટ ગ્રાહક કરી શકે છે. પ્રોડક્ટની ખરીદી બાદ ડિલીવરી પ્રોસેસ ઓનલાઇન મોનીટર કરી શકે છે. કંપની દ્વારા ફ્રી ઇન્શ્યોરડ શિપિંગની સુવિધા પણ આપવામાં આવે છે. સિટીલાઇટ ખાતે સ્ટોર્સમાં ગ્રાહક પોતે જ્વેલરીનો ફિઝીકલી અનુભવ કરી શકે તેવી વ્યવસ્થા છે. કંપની સુરતમાંથી જ લેબગ્રોન ડાયમંડ મેળવીને વેલ્યૂ ઍડિશન કરીને જ્વેલરીનું ઉત્પાદન કરે છે. સાથે જ રિટર્ન, ઍક્સચેન્જ અને રિસેલની સુવિધા પણ આપે છે.

આગામી પાંચ વર્ષમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જશે

લેબગ્રોન હીરાના વૈશ્વિક બજાર અંગે ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચનો લેટેસ્ટ અહેવાલ પ્રકાશિત થયો છે.અહેવાલ મુજબ આગામી વર્ષ 2027 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 7.2 ટકાની વૃદ્ધિ સાથે 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જાય તેવી આગાહી કરવામાં આવી છે.વળી કુદરતી હીરાની તુલનાએ કૃત્રિમ હીરા તેમની ઉચ્ચ સ્તરની શુદ્ધતાને કારણે પણ ટ્રેક્શન મેળવી રહ્યા છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે જ્વેલરી ઉદ્યોગની સમાંતર ઇન્ડસ્ટ્રીયલ હેતુઓ માટે સિન્થેટિક ડાયમંડનો વધતો જતો ઉપયોગ લેબગ્રોન હીરાના વેંચાણને તીવ્ર વેગ આપી રહ્યો છે . કોસ્ટિક,મિકેનિકલ,થર્મલ,ઇલેક્ટ્રિકલ,ઇલેક્ટ્રોકેમિકલ અને ઓપ્ટિકલ ગુણધર્મોના અનન્ય સંયોજનને કારણે આધુનિક ટેકનોલોજીમાં કૃત્રિમ હીરાનો ઉપયોગ થઈ રહ્યો છે.કોમ્પ્યુટર ચિપ્સનો વધતો ઉપયોગ લેબગ્રોન હીરાના બજારની વૃદ્ધિને વેગ આપી રહ્યો છે.આ તમામ પ્રકારની ગતિવિધીના પગલે લેબગ્રોન હીરાની ડીમાન્ડમાં સતત વૃદ્ધિ થવાની આગાહી કરવામાં આવી છે.

કેમિકલ વેપોર ડિપોઝિશન (CVD) અને હાઇ પ્રેશર,હાઇ ટેમ્પરેચર( HPHT) લેબગ્રોન હીરાના ઉત્પાદનો માટે ઉપયોગ માં લેવાતી મુખ્ય બે તકનીકો છે.વર્તમાન સમયે વૈશ્વિક બજારમાં ડસ્ટ ,બોર્ટ, પાવડર,સ્ટોન અને ગ્રીટ જેવા કૃત્રિમ હીરા ના કેટલાક ઉત્પાદનો ઉપલબ્ધ છે.કુદરતી અને કૃત્રિમ હીરામાં થર્મલ વાહકતા, ઇલેક્ટ્રોન ગતિશીલતા અને કઠિનતાના સમાન ગુણધર્મો છે.પરંતુ કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોનની કીંમત ત્રણ ગણી નીચી હોવાથી કૃત્રિમ હીરાની માંગ સતત વધતી રહેવાની ધારણા છે.

કૃત્રિમ હીરાનો વ્યાપક ઉપયોગ મશીન ઉત્પાદન,ખાણકામ,તબીબી પ્રક્રિયાઓ,બાંધકામ, પ્રાયોગિક ભૌતિક શાસ્ત્ર અવકાશ અભિયાન,સખત ધાતુ અને પથ્થર કાપવાની પ્રવૃત્તિઓમાં થાય છે.પ્રોડક્ટ એપ્લિકેશનની આ વ્યાપક શ્રેણી કૃત્રિમ હીરા બજારમાં આશાસ્પદ વેચાણની તકો ઉજળી બનાવે છે.ગેસ અને ઓઇલ ડ્રિલ પ્રક્રિયાઓમાં પણ કૃત્રિમ હીરા નો ઉપયોગ થાય છે.લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરતી વિશ્વની અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં રિચર્સ અને ડેવલપની કામગીરી વધુ તેજ બનાવી છે.વર્તમાન સમયમા લેબગ્રોનનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ અત્યંત પાતળી સીવીડી ડાયમંડ પ્લેટ્સ વિકસાવવાના કામમા લાગી પડી હોવાના પણ અહેવાલ છે.

આગામી વર્ષ 2030 સુધીમાં લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ભારત ચીનને પાછળ છોડી દેશે

લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ભારત વિશ્વનું મુખ્ય કેન્દ્ર બને તેવી મજબુત સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે.ભારતના હીરા ઉદ્યોગ માટે ગર્વ લઈ શકાય તેવી આ શક્યતાઓ પાછળ અનેક મજબુત પરિબળો છે.જેના પર નજર નાખીએ તો લેબગ્રોન હીરાના કારોબારમાં ઝંપલાવનાર સાહસિક ઉદ્યોગપતિઓ, કુશળ અને મહેનતુ માનવબળ, લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે પ્રયોગશાળામાં વપરાતી મશીનરીમાં સતત રિચર્સ અને ડેવલોપિંગ, દેશ-વિદેશમાં લેબગ્રોન હીરાની સતત વધી રહેલી માંગ, વિશ્વના અનેક દેશોમાં આવેલી રફ હીરાની ખાણોમાથી કુદરતી હીરાના ઉત્પાદનમા સતત થતો ઘટાડો તેમજ કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની લગભગ 80-90% સસ્તી કીંમત સહીતના અનેક પરિબળો કામ કરી રહ્યા છે.

બેન એન્ડ કંપનીના અહેવાલ અનુસાર અંદાજીત 7 મિલિયન કેરેટની વૈશ્વિક માંગની સરખામણીએ લેબગ્રોન હીરાના વાર્ષિક 3 મિલિયન કેરેટ ઉત્પાદન સાથે ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે.જ્યારે સિંગાપોર અને અમેરીકા સંયુક્ત રીતે 1 મિલિયન કેરેટ ઉત્પાદન સાથે વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનિય છે કે લેબગ્રોન હીરાની ઉત્પાદન પ્રક્રીયામાં ચીન અને ભારત વચ્ચે ખુબ મોટો તફાવત છે.લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે ચીન ઉચ્ચ દબાણવાળા, ઉચ્ચ તાપમાન (એચપીએચટી) પ્રક્રીયા અપનાવે છે. જ્યારે ભારત સીવીડી પદ્ધતિથી હીરાનું ઉત્પાદન કરે છે.સીવીડી પદ્ધતિની મદદથી ગુણવત્તા યુકત લેબગ્રોન હીરાનું ઉત્પાદન મેળવી શકાય છે.આ બાબતમાં ચીનની સરખામણીએ ભારતનો હાથ ઉપર રહે છે.

વર્ષ 2019 થી 2024 દરમિયાન લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર વાર્ષિક 8.11%ના દરે વૃદ્ધિ પામી 9.8 અબજ અમેરીકી ડોલરને આંબી જવાની સંભાવના છે.આગામી વર્ષ 2030 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર પ્રતિ વર્ષ સરેરાશ 10% ના વધારા સાથે 19.2 મિલિયન કેરેટ જેટલું થવાની ધારણા છે.ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ છે.

સુરતના હીરા ઉદ્યોગકારોએ વૈશ્વિક પરિવર્તન પારખવાની જરૂર : બાબુભાઈ વાઘાણી- પ્રમુખ, સુરત લેબગ્રોન ડાયમંડ એસો.

સુરત લેબગ્રોન ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુકાકા વાઘાણીએ કહ્યુ કે દીર્ધ દ્રષ્ટ્રી ધરાવતા સુરતના સાહસિક હીરા ઉદ્યોગકારોએ વૈશ્વિક પરિવર્તન પારખવાની જરૂર છે.ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ રહી છે.આ આંકડાઓ પરથી આસાનીથી અનુમાન લગાવી શકાય તેમ છે કે લેબગ્રોન હીરાનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે.હજુ પણ આગામી વર્ષોમાં લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમા અનેક ગણી વૃદ્ધિ થવાની પરેપુરી સંભાવનાઓ છે.

જેટ ગતિએ વધી રહેલી લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગને પહોંચી વળવા ઉત્પાદનની સાથે હીરાની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.જેના માટે કુશળ ટેકનિકલ ટીમ દ્વારા સતત રિચર્સ અને ડેવલોપિંગ કાર્ય ચાલતુ રહે એ જરૂરી છે.જેથી હીરાની ગુણવત્તાની સાથે ગ્રાહકોની જરૂરીયાત પણ પુર્ણ કરી શકાય છે.નિકાસની સાથે રોજગારીનું સર્જન કરવામાં લેબગ્રોન હીરાનું ખુબ મોટુ યોગદાન રહેવાનું છે.લેબગ્રોન હીરા ઉદ્યોગ થકી આગામી વર્ષ 2050 સુધીમાં ભારત સહીત વિશ્વમાં લગભગ 1.15 મિલિયન લોકોને નવી રોજગારી મળે તેવી અપેક્ષા છે.