નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રજુ કરેલા બઝેટમા સિન્થેટીક પોલિશ્ડ હીરાની આયાત પર કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી વધારી 15 ટકા જેટલી ડબલ કરી છે. જેના કારણે સ્થાનિક લેબગ્રોન હીરા ઉત્પાદકો અને કારોબારીઓને લાભ મળશે. લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (એલજીડીજેપીસી)એ બજેટ અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે સરકારના આ પગલાને કારણે સ્થાનિક લેબગ્રોન ઉદ્યોગ અને કારોબારમા જોરદાર વૃદ્ધિ થશે.તેમણે ઉમેર્યુ કે ભારત સિન્થેટીક હીરાના ઉત્પાદન ઉદ્યોગનો વિકાસ કરવા માગે છે.ભારત વાર્ષિક અંદાજે પાંચ અબજ રૂપિયાના સિન્થેટીક પોલિશ્ડ હીરાની આયાત કરે છે.સરકારના આ પગલાના કારણે એ નિકાસમા ઘટાડો થશે અને તેનો સીધો ફાયદો સ્થાનિક ઉદ્યોગકારોને મળતો થશે.
કોવિડ કટોકટીના કારણે વિશ્વના અનેક રફ ઉત્પાદક દેશોએ રફ હીરાનુ ખાણકામ સ્થગિત કરતા આંતરરાષ્ટ્રીય બજારોમાં કુદરતી રફ હીરાની તંગી સર્જાઇ હતી.આ તંગીને કૃત્રિમ હીરાના ઉત્પાદન દ્વારા પુર્ણ કરવાનો એક મજબુત વિકલ્પ ઉપલબ્ધ હતો.સુરતમાં ઉત્પાદિત થતા કુલ સિન્થેટીક હીરા પૈકી લગભગ 95% હીરાની અમેરીકામા નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કુદરતી હીરાની તુલનાએ સિન્થેટીક હીરા 60 ટકા જેટલા સસ્તા છે.