DIAMOND TIMES : સાઉથની મોસ્ટ અવેટેડ ફ઼િલ્મ ’આદિપુરુષ’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફ઼િલ્મમાં બાહુબલી ફ્રેમ સાઉથ સ્ટાર પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળી રહ્યો છે. તેની સામે બોલિવૂડ અભિનેત્રી ક્રુતિ સેનન માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. દરમિયાન ટ્રેલર લોન્ચ પ્રસંગે અભિનેત્રીએ પહેરેલી સાડી પર આકર્ષણ જમાવ્યું હતું સૌ કોઈનું ધ્યાન સાડી પર હતું. તેનૂં કારણ હતું 24 કેરેટ ગોલ્ડ હા અભિનેત્રીએ પહેરેલી સાડી 24 કેરેટ ગોલ્ડ સોનાની હતી.
હાલમાં જ ફ઼િલ્મ ’આદિપુરુષ’ નું ટ્રેલર રીલીઝ થયું છે અગાઉ ફ઼િલ્મનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો જો કે ફ઼િલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફ઼િલ્મે RRRનો રેકોર્ડ પણ તોડી દિધો છે. ફ઼િલ્મના ટ્રેલરે 21 કલાકમાં 70 મિલિયન વ્યૂ તેમ જ 5 મિનિટમાં 1 લાખ લાઈકસ મળી છે. ત્યારે અભિનેત્રી ક્રુતિ સેન ટ્રેલર લોન્ચ પ્રસંગે, અભિનેત્રીએ તેની અનોખી સાડીથી બધાનું ધ્યાન ખેચ્યું હતું, અભિનેત્રીએ અહીં સફ઼ેદ અને ગોલ્ડન રંગની સાડી પહેરી હતી. ક્રુતિની સાડી 24 કેરેટ સોનાની હતી. “આદિપુરુષ’ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાંથી ક્રુતિ સેનનનો સાડીનો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ ઓફ઼ વ્હાઈટ અને ગોલ્ડન કલરની હેવી એમ્બ્રોડરી સાડી પહેરી હતી. અહેવાલો અનુસાર, ક્રુતિ સેનને કસ્ટમ – ડિઝાઈન કરેલી કેરળ કોટન ડબલ – ડ્રેપ કરેલી સાડી પહેરી હતી, જેના પર 24 કેરેટ ગોલ્ડ પિન્ટ છે. આ સાડી ફ઼ેશા ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ બનાવી છે. ક્રુતિ સેનનના ફ઼ોટા ડિઝાઈનર સંદિપ ખોસલાના ઈન્સ્ટાગ્રામ પેજ દ્વારા શેર કરવામાં આવ્યા છે.
સાડી સિવાય અભિનેત્રીના બ્લાઉઝને તાંબાના ફ઼ુલો અને નીલમણિથી શણગારવામાં આવ્યો હતો. સાડી સાથે ’માતા સીતાની શુદ્ધતા’ દર્શાવવા માટે શુદ્ધ ખાદીના કાપડનો ઉપયોગ થયો હતો. કિર્તિ સેનનના આ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી ગોલ્ડન જવેલરીથી આ લુકને આકર્ષક બનાવ્યો હતો. દિગ્દર્શક ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફ઼િલ્મ આદિપુરુષ 16 જુને રિલીઝ થશે.