રફ હીરાની જંગી માંગ : કોઇન કંપનીના દુબઈ રફ ટેન્ડરમાં 70 મિલિયન ડોલરના રફ હીરા વેચાયા

DIAMOND TIMES – કોઈન ઈન્ટરનેશનલ કંપની દ્વારા દુબઈમાં પ્રથમ રફ ટેન્ડરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા 70 મિલિયન ડોલરના રફ હીરાનું વેચાણ કર્યું હતું.દુબઈમાં પ્રથમ વખત રફ હીરાના ટેન્ડરનું આયોજન કરનાર કોઈન ઈન્ટરનેશનલ કંપની એન્ટવર્પમાં નિયમિત રીતે રફ હીરાની હરાજીનું આયોજન કરે છે.

કોઈન ઈન્ટરનેશનલ કંપનીના સીઇઓ એડમ શુલમેને જણાવ્યું હતું કે દુબઈ ડાયમંડ એક્સચેન્જ ખાતે છ દિવસ સુધી આયોજીત રફ ટેન્ડર માં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કુલ 240,000 કેરેટ રફ હીરા વેચાણ માટે મુકવામાં આવ્યા હતા.આ રફ હીરાને ખરીદવા ભારત સહીત વિશ્વના અનેક દેશોની કુલ 200થી વધુ કંપનીઓએ રસ દાખવ્યો હતો.રફ હીરાની કિંમત ખૂબ જ સ્પર્ધાત્મક રાખવામાં આવી હતી.

આ રફ ટેન્ડરમાં દક્ષિણ આફ્રિકા,અંગોલા,ડીઆરસી,નામીબિયામાં સહીતના દેશોની ખાણામાથી ઉત્પાદીત રફ હીરા વેચાણ માટે મુકવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે આ રફ ટેન્ડરમાં એક સ્પેશિયલ10.80 કેરેટ વજનનો ફેન્સી કલર્સ હીરો પણ મુકવામાં આવ્યો હતો.આ હીરો પણ નિર્ધારીત ઉચ્ચ કીંમતે વેચાયો હતો.