ડાયમંડ ટાઈમ્સ
કૃષિ કાનૂન વિરોધી એક પ્રદર્શનકારી સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.ધમકી આપનારને પોલીસ કે અન્ય કોઇ કાનુનિ કાર્યવાહીનો ડર નથી.
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબનો વડાપ્રધાન મોદીને જાનથી મારવાની ધમકી આપતો વીડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કેટલાય નિહંગ શીખ નેતા સિંધુ બોર્ડર પર કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મંચ પર પહોંચે છે.પહેલા બાબા નારાયણસિંહ અને બાબા રાજસિંહ જેવા નિરંગ શીખ નેતાઓ આંદોલનકારીઓને સંબોધિત કરે છે.કોઇ નેતાઓ ઉપદ્રવીઓને શરણ આપવાની તો કોઇ હિંસાની વાતો કરે છે.એક નિહંગ શીખ નેતાએ ધમકી આપતા કહ્યુ કે પંજાબ સામે પંગો લઇને વડાપ્રધાન મોદીએ ભૂલ કરી છે.જો બે શીખો ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને તેમના જ ઘરમાં મારી શકે તો મોદી શું ચીજ છે.જેણે પણ પંજાબ સામે જોયુ તેને હારવું પડ્યું છે.તેણે એમ પણ કહ્યુ કે એવું ન વિચારતા કે બાબા જોશમાં આમ બોલી ગયા પછી ફરી જશે.હું જે બોલ્યુ છે તે પાળી બતાવીશ.