ડાયમંડ ટાઈમ્સ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે.આવતીકાલે છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા કબ્જે કરવા તમામ રાજકીય પક્ષો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે.આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જંગમા ઝંપલાવી ચૂંટણીમાં યુવા અને શિક્ષિત લોકોને પસંદ કરીને મેદાનમા ઉતાર્યા છે.
રાજકીય પંડીતો ના મત્તે આમ આદમી પાર્ટી તરફ મતદારોનો ઝૂકાવ વધી રહ્યો છે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ગુજરાતમાં આવી જંગી રોડ શો કરીને પ્રચાર કર્યો હતો.આ રોડ શોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.આ ઉપરાંત ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પણ છેલ્લી ઘડી સુધી આપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.આવા સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતીમા ’ એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને’ ટ્વિટ કરતા ચુંટણી જંગમા ભારે ગરમાવો આવ્યો છે.