DIAMOND TIMES- કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન કર્યા હતા.લગ્નમાં કેટ તથા વિકીએ વિખ્યા જ્વેલરી ડીઝાઈનર સબ્યસાચીની ડિઝાઇનરની જ્વેલરી પહેરી હતી. કેટરીનાની નથણી,એન્ગેજમેન્ટ રિંગ મંગળસૂત્ર સહીતના આભુષણોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.નાના બે ડાયમંડ તેમજ ગોલ્ડન અને બ્લેક મોતી જડીત કેટરીનાનું મંગળસૂત્ર ઘણું જ અલગ હતુ.
આ ઉપરાંત કેટરીનાએ બ્લૂ પ્લેટીનમ રિંગ સાથે ડબલ રૉ ડાયમંડવાળી ટિફનીની એન્ગેજમેન્ટ રિંગ પહેરી હતી.આ રિંગ ની કિંમત 9,800 અમેરીકી ડોલર એટલે કે રૂપિયા 7,41,000 અંદાજવામાં આવી છે.વિકી કૌશલે ટિફનીની પ્લેટિનમ રિંગ પહેરી હતી.વિકીની રિંગની કિંમત 1,700 અમેરીકી ડોલર એટલે કે રૂપિયા 1,28,580 અંદાજવામાં આવી છે . કેટરીનાએ 22 કેરેટની ગોલ્ડન જ્વેલરી પહેરી હતી.