DIAMOND TIMES : બોત્સવાનાની જ્વેનેંગ માઇનમાંથી 2022ના પ્રથમ ત્રણ ક્વાર્ટર દરમિયાન કુલ 10.3 મિલિયન કેરેટ રફ હીરા રિકવર થયા છે. આ હિસાબે જ્વેનેંગ માઇન દુનિયાની સૌથી અમીર માઇન સાબિત થઇ છે. નવા-પ્રકાશિત આંકડાઓ અનુસાર બોત્સ્વાનાની ઓરાપા ખાણ 8.0 મિલિયન કેરેટ સાથે બીજા ક્રમે રહી હતી.આ બંને ખાણો ડેબસ્વાના દ્વારા સંચાલિત છે.
જે ડી બીયર્સ અને બોત્સ્વાના સરકાર વચ્ચેની ભાગીદારી છે. યાદીમાં ત્રીજા ક્રમે ઉદાચની ખાણ છે જેનું સંચાલન પ્રતિબંધિત રશિયન માઇનિંગ કંપની અલરોઝા કરે છે. આ ખાણમાંથી 4.6 મિલિયન કેરેટ રફ હીરા રિકવર થયા છે. જો કે આ આંકડો તેના 2021ના ઉત્પાદન પર આધારિત છે. ચોથા ક્રમ પર દક્ષિણ આફ્રિકાની વેનેટિયા ખાણ છે જ્યાં 4.6 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન થયું છે. આ ખાણનું સંચાલન ડીબીયર્સ દ્વારા કરવામાં આવે છે અને પાંચમા ક્રમે 3.6 મિલિયન કેરેટ સાથે રશિયાની ન્યોર્બા છે.
જ્વેનેંગ અને ઓરાપા બે સૌથી વધુ વેલ્યુ ધરાવતી હીરાની ખાણો તરીકે લિસ્ટેડ છે જેનો અંદાજ 1.25 બિલિયન અને 976 મિલિયન છે. બંને ખાણમાં કેરેટ દીઠ 121.5 ડોલરની સરેરાશ ઐતિહાસિક વાર્ષિક કિંમતો પર આધારિત છે.