જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત આયોજીત “માતૃત્વ નો રંગોત્સવ” કાર્યક્રમ…..

477

જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ અને દ્વારકાધીશ ગ્રૂપની પ્રેરણા દાયક પહેલ,નિરાધાર વૃદ્ધ માતાઓને જીવનમાં પુર્યો આનંદનો રંગ

જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને દ્વારકાધીશ ગ્રૂપના ઉત્સાહી અને સમાજ સેવાની ભાવનથી તરબતર યુવાઓએ એક પ્રેરણા દાયક પહેલ કરી છે.આ યુવાઓએ હોળીના પાવન પર્વ પર શાંતિદૂત મહિલા વૃદ્ધાશ્રમ ખાતે “માતૃત્વ નો રંગોત્સવ” કાર્યક્રમનું આયોજન કરી અનેક નિરાધાર વૃદ્ધ માતાઓને જીવનમાં આનંદનો અનોખો રંગ પુર્યો છે.

 

“માતૃત્વ નો રંગોત્સવ” કાર્યક્રમ અંતર્ગત આ યુવાઓ શાંતિદૂત મહિલા વૃદ્ધાશ્રમમા રહેતી વૃદ્ધ માતાઓ સાથે લાગણીના રંગે રંગાઈ ગયા હતા.ટ્રસ્ટના યુવાનો દ્વારા વૃદ્ધ માતાઓને જીવન જરૂરી વસ્તુઓની કીટ અર્પણ કરી હતી.તેમજ માતાઓની આરતી ઉતારી માતૃવંદના પણ કરી હતી.આ કાર્યક્રમમાં દ્વારકાધીશ ઇન્ફોસિસના યુવાઓએ વૃદ્ધ માતાઓ સહીત ઉપસ્થિત તમામ લોકોને ભાવતા ભોજન કરાવી સહુના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

“માતૃત્વ નો રંગોત્સવ” કાર્યક્રમમાં શાંતિદૂત મહિલા વૃદ્ધાશ્રમના સંચાલક અને વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર મધુબેન ખેની,દ્વારકાધીશ ગ્રૂપના સંચાલક અને વોર્ડ નં 15ના કોર્પોરેટર મનીષાબેન આહીર સહીત જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ – સુરતના સૈા ટ્રસ્ટી મિત્રોએ ઉપસ્થિત રહ્યા હતા,સહુએ વૃદ્ધ માતાઓને લાગણી સભર પ્રેમ પીરસ્યો હતો…