યુએસમાં જ્વેલરીના વેચાણમાં 78 ટકાનો વધારો : માસ્ટરકાર્ડનો અહેવાલ

18

DIAMOND TIMES -માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના અહેવાલ મુજબ નાતાલના તહેવારો અને વેકેશનની રજાઓના ઉત્સાહ વચ્ચે થેંક્સ ગિવીંગ વીક એન્ડમાં અમેરીકામાં જ્વેલરીના વેચાણમાં 78 ટકાનો જંગી વધારો નોંધાયો છે.ત્રીજા કવર્ટરમાં સિગ્નેટ જ્વેલર્સના કારોબારમાં 18 ટકાનો વધારો નોંધાયો છે.મોટાભાગની જ્વેલરી કંપનીઓ તહેવારોમાં જ્વેલરીના વેંચાણનો આનંદ ઉઠાવી રહી છે.

અમેરીકા-યુરોપ સહીત વૈશ્વિક સ્તરે હીરા અને ઝવેરાતની માંગ વધતા ડીલર્સ ગુણવત્તા યુક્ત પોલિશ્ડ હીરા ખરીદવા સંઘર્ષ કરી રહ્યાં છે.ચીન અને હોંગકોંગના હીરા બજારમાં રેપોરેટ્માં મામુલી 0.9 ટકાનો સુધાર આવ્યો છે.જો કે ઓમિક્રોન વેરીયન્ટના પગલે કારોબારીઓમાં દહેશત છે.રફ માર્કેટ સ્થિર હોવા છતા પણ રફ ઉત્પાદક કંપનીઓ નફાના માર્જિન વિશે ચિંતિત છે.

અમેરીકામા હીરા-ઝવેરાતની ધુમ ડીમાન્ડના કારણે ઉત્સાહનો માહોલ છે.ફેન્સી હીરા બજાર મજબૂત સ્થિતિ છે.પુરવઠાની તંગી વચ્ચે પસંદગીના ફેન્સી હીરાની કિંમતો ઊંચી અને સ્થિર છે.1.20 થી 3.99 કેરેટના F-J, VS-SI કેટેગરીના હીરા ની કીંમતો સૌથી ઉંચી છે.ફેન્સી આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારાના પગલે ઓવલ, પિયર્સ , એમરાલ્ડ, પ્રિન્સેસ,લોંગ રેડીયેન્ટ્સ અને માર્કીસને માંગ વધી છે.ચીનના બજારો તરફથી સતત માંગના કારણે હીરા બજારને મદદ મળી રહી છે.આગામી મહીનાઓમાં પણ હીરા -ઝવેરાતની નક્કર માંગ જળવાઈ રહે તેવી સહુ કોઇ અપેક્ષા રાખી રહ્યાં છે.3 કેરેટ વજનના ફેન્સી અને રાઉન્ડ હીરાની માંગ વધુ મજબૂત છે.

બેલ્જિયમના બજારોમાં પોલિશ્ડ હીરાના કામકાજો સ્થિર છે.કોરોનાના નવા વેરિયેન્ટની દહેશત વચ્ચે એન્ટવર્પમાં વિદેશી ખરીદદારો ઘટયા છે.અમેરીકાના બજારો તરફથી સારી માંગના પરિણામે કારોબારીઓ ઉત્સાહીત છે.રાઉન્ડ કટના 1થી 2 કેરેટના F-H,VVS1-SI1 કેટેગરીના હીરામાં સારી માંગ છે.પરંતુ 0.30 થી 0.40 સેન્ટના હીરાની માંગ નબળી છે.

ઇઝરાયેલના હીરા બજારમાં 0.50 કેરેટથી વધુ વજનના પોલિશ્ડ હીરાની માંગની તુલનાએ પુરવઠાની અછતના કારણે કીંમતો વધી છે.0.50 કેરેટથી મોટી સાઈઝના હીરાની ઇન્વેન્ટરી ધરાવતી કંપનીઓ સારી સિઝન માણી રહી છે. ઈઝરાયેલના ખરીદદારો ભારતમાંથી માલ શોધી રહ્યાં છે.પરંતુ ઊંચા ભાવને કારણે તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી અનુભવે છે.ભારતની કંપનીઓએ અમેરીકા-યુરોપ અને હોંગકોંગ તરફથી આવતા હોલિડે ઓર્ડર પુર્ણ કરવા ધ્યાન કેન્દ્રિત કરતા હીરા ઉદ્યોગમાં તેજી તરફી સકારાત્મક માહોલ છે.1 કેરેટથી મોટી સાઈઝના હીરા સારી રીતે ઉંચી કીંમતે વેંચાઈ રહ્યા છે.પરંતુ રફના પુરવઠાની અછતના પગલે રફની કીંમતોમા થઈ રહેલો સતત ભાવ વધારાની ચિંતા સતાવી રહી છે.હોંગકોંગમાં પીક સીઝન દરમિયાન હીરા ટ્રેડિંગના આંકડાઓ ઉત્સાહજનક છે.1 કેરેટના D-K,VVS-SI2 અને 2 થી 3 કેરેટ્ના G-H, VS-SI1 કેટેગરીના હીરાની જંગી માંગ છે.