ચાલુ વર્ષે હોલિડે સિઝન દરમિયાન અમેરીકામા જ્વેલરીનું વેંચાણ વીસ વર્ષનો રેકોર્ડ તોડશે

92

DIAMOND TIMES – હોલીડે સિઝનમાં અમેરીકામાં જ્વેલરીના વેંચાણમાં જંગી વૃદ્ધિ થવાની ઓડીટ, કન્સલ્ટીંગ તેમજ ટેક્સ સહીતની સેવા આપતી અમેરીકાની અગ્રણી ફર્મ ડેલોઇટ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આગાહી કરવામાં આવી છે.

ડેલોઇટ ફર્મના ડેનિયલ બેચમેને કહ્યું કે નવેમ્બરથી જાન્યુઆરી સુધીના તહેવારો દરમિયાન જ્વેલરી સહીત અન્ય લકઝરી ચીજોનું વેંચાણ 7 થી 9 ટકાના વધારા સાથે 1.28 થી 1.3 ટ્રિલિયન ડોલરની વચ્ચે રહેવાની સંભાવના છે.જે ગત વર્ષની તુલનાએ 6 ટકાની વ્રુદ્વિ દર્શાવે છે.આ ઉપરાંત ઇ-કોમર્સનું વેચાણ પણ 11 થી 15 ટકાના વધારા સાથે 210 થી 218 બિલિયન અમેરીકી ડોલરને પાર કરી જાય તેવી આગાહી કરવામાં આવી છે.તેમણે ઉમેર્યુ કે તહેવારોની સિઝનમાં ગ્રાહકો તરફથી થતા ખર્ચમાં વ્રુદ્વિની અપેક્ષા રાખીએ છીએ.

એક મહીના અગાઉ માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સે પણ અગાહી કરી હતી કે લકઝરી સેગમેન્ટના કુલ વેંચાણમાં ગત વર્ષની તુલનાએ 7 ટકા જ્યારે વર્ષ 2019 ની તુલનાએ 11 ટકાનો વધારો થશે.જેમા એકલી જ્વેલરીનો હિસ્સો વધીને 59 ટકા જેટલો રહેવાની ધારણા વ્યકત કરવામાં આવી છે.અન્ય એક રેટીંગ એજન્સી બેઇન એન્ડ કંપનીએ પણ પોતાના અહેવાલ માં આગાહી કરી છે કે ચાલુ વર્ષે તહેવારોની સિઝનમાં અમેરીકામા જ્વેલરી સહીત અન્ય લકઝરી ચીજોની સંભવિત ખરીદી પાછલા વીસ વર્ષનો રેકોર્ડ બ્રેક કરી શકે છે.

બેઇન એન્ડ કંપનીના અહેવાલ મુજબ હોલિ-ડે સિઝન દરમિયાન યુએસમાં જ્વેલરીનું વેચાણ 7 ટકાની વૃદ્ધિ થશે.જેમા સ્ટોર પરની ખરીદીનો હિસ્સો 75 ટકા જ્યારે 25 ટકા ઓનલાઈન ખરીદી નો હિસ્સો રહેવાની ધારણા છે.