અમેરીકામાં જ્વેલરીના વેંચાણમાં 26 ટકાનો જંગી વધારો નોંધાયો

720

DIAMOND TIMES -જાન્યુઆરી મહીનામાં અમેરીકામાં આભુષણોના વોચના વેંચાણમાં જંગી વૃદ્ધિ થઈ છે.જે વર્ષ 2016 પછીનો સહુથી મોટો માસિક વધારો છે.કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉન સમાપ્તિ પછી જ અમેરીકાના જ્વેલરી બજારે રિકવરીના સંકેતો દર્શાવ્યા હતા.ત્યારબાદ ગત સપ્ટેમ્બરમાં જ્વેલરીનું વેંચાણ 17 ટકા અને ડિસેમ્બરમાં 12 ટકા જેટલુ વધ્યુ હતુ.અમેરીકાના જવેલરીના વેંચાણમાં થઈ રહેલી વૃદ્ધિની પ્રક્રીયા આગામી સમયમા પણ અવિરત રીતે જળવાઈ રહે તેવી જાણકારો આગાહી કરી રહ્યા છે.