યુનિક આઈડી લગાવ્યા પછી ગ્રાહકોની માંગ હશે તો પણ જ્વેલરીની ડીઝાઈનમાં ફેરબદલ નહી કરી શકાય

530

હોલમાર્કિંગના કેટલાક નિયમોથી જ્વેલર્સઓમાં હજુ પણ મૂંઝવણ યથાવત, બે ગ્રામના દાગીના સુધી જ ફેરફાર કરવાની છૂટ જ્યારે તેથી વધુ વજનના દાગીના માટેએક વાર યુનિક આઈડી લગાવ્યા પછી ગ્રાહકોની માંગ હશે તો પણ જ્વેલરી ની ડીઝાઈનમાં ફેરબદલ નહી કરી શકાય.પરંતુ આખો પીસ જ નવેસરથી બનાવવાની નોબત

DIAMOND TIMES – ગત તારીખ 16 જુનથી અનિવાર્ય કરવામાં આવેલ જવેલરી હોલમાર્કિંગના નિયમોની મુંઝવણ હજુ પણ જવેલર્સ વર્ગમાં પ્રવર્તી રહી છે.એકવાર જવેલરી તૈયાર થઈ જાય તો તેમાં ગ્રાહકની ઈચ્છા અનુસાર તેમાં ફેરફાર કરી શકાતી નથી.બે ગ્રામથી વધુની જવેલરીમાં ફેરફાર માટે આખો પીસ નવો બનાવવો પડે તેવા નિયમો ઘડી દેવાયા છે.

જવેલરી હોલમાર્કિંગને અમલી બનાવતા અગાઉ વિવિધ જવેલર્સ સંગઠનોની માંગને સ્વીકારી કુલ છ સ્ટાન્ડર્ડને માન્યતાં આપવામાં આવી છે.પરંતુ હોલમાર્કિંગના નિયમો હેઠળ્ના યુનિક આઈડી નંબરને લઈને હેરાનગતિ વધી છે. જવેલરી કયાંથી બની,કોને બનાવી અને કોણ વેચી રહ્યું છે સહીતની તમામ વિગતો ગ્રાહક સરળતાંથી જાણી શકે તેમજ કોઈ પણ પ્રકારની છેતરામણીથી બચી શકે તે માટે હોલમાર્કિંગ અંતર્ગત એચયુઆઈડી સિસ્ટમ વિકસાવવામાં આવી છે.જેમાં કોઈ રોકાણકાર કે ગ્રાહક દ્વારા જવેલરીનો ઓર્ડર આવ્યા બાદ ફર્સ્ટ પોઈન્ટ ઓફ સેલ જનરેટ થતાં તેને હોલ માકિંગ કરાવીને યુનિક આઈડી આપવું પડે છે.તે યુનિક આઈડી જનરેટ થઈ ગયા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ડિઝાઈન કે સાઈઝને લઈને ફેરફાર કરાવવો મુશ્કેલ બની ગયો છે.

આ અંગે જાણકારો કહે છે કે જવેલર્સ જયારે જવેલરી તૈયાર કરવા માટે મોકલે છે.ત્યારે તેની મેકિંગ આધારે હોલમાર્કિંગ અને યુઆઈડી જનરેટ થઈ જાય છે.ત્યારબાદ જયારે ગ્રાહકને જવેલરી પીસ વેચાણ કરવામાં આવે.ત્યારે સાઈઝ કે ડિઝાઈનને લઈને કોઈ ફેરફાર હોઈ તો તે કરી શકવો મુશ્કેલ છે.કારણ કે એકવાર યુઆઈડી જનરેટ થાય પછી જો તે પીસમાં ફેરફાર કરવો હોઈ તો નવો આઈડી જનરેટ કરવો પડે અને એક જ જવેલરીને બે વખત યુઆઈડી આપી શકાય નહી.જેના કારણે મજૂરીનું ભારણ વધી જાય છે.

જવેલરીની મેકિંગથી લઈને તેના વજન પ્રમાણે દરેક જવેલરીનો હોલમાર્કિંગ યુનિક આઈડી નંબર અલગ પડતો હોઈ છે. જેના કારણે નાનાથી લઈને મોટા જવેલર્સ દ્વારા વેચાણ થતાં દરેક જવેલરી પીસનો એક અલગ જ યુનિક આઈડી બનતો હોઇ છે. જેની માહિતી ઓનલાઈન પોર્ટલ પર ચઢાવવાથી લઈને મેઇન્ટેઇન કરવુ મુશ્કેલ બની રહ્યુ હોવાની પણ ફરિયાદ છે.