1 નવેમ્બરથી 24 ડિસેમ્બરનો સમયગાળો હીરાઉદ્યોગ માટે ગેમ ચેન્જર

1062

હોલિડે સિઝનમાં અમેરીકામા જ્વેલરીનું વેંચાણ 59 ટકા વધવાની માસ્ટર કાર્ડની આગાહી

DIAMOND TIMES-હીરા અને ઝવેરાતની વૈશ્વિક તેજી વચ્ચે આ વર્ષે અમેરીકાની હોલિડે સિઝન અદ્ભુત અને રેકોર્ડ બ્રેક રહેવાની હીરા-ઝવેરાત ઉદ્યોગ અપેક્ષા રાખી રહ્યો છે. માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના રિપોર્ટ અનુસાર 1 નવેમ્બરથી 24 ડિસેમ્બર સુધીની અમેરીકાની હોલિડે સિઝન દરમિયાન યુએસ જ્વેલરી રિટેલ વેચાણમાં 2020ની તુલનાએ 59
ટકાનો જ્યારે વર્ષ 2019ની તુલનાએ 52.9 ટકાની વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે.

માસ્ટરકાર્ડે નોંધ્યું છે કે છેલ્લા છ મહિના દરમિયાન લકઝરી સેગમેન્ટ અને જ્વેલરી ક્ષેત્રોમાં સૌથી મજબૂત વૃદ્ધિનો અનુભવ થઈ રહ્યો છે.આ વૃદ્ધિ દર હોલિડે સિઝનમાં ઉચ્ચતમ સ્તરે રહેવાની ધારણા છે.જ્વેલરીના વેંચાણમાં થનારી વૃદ્ધિ માટે કોરોના મહામારીના સમયમાં અમેરીકન નાગરીકો દ્વારા કરવામાં આવેલી બચત અને અને યુએસ સરકાર દ્વારા આપવામાં આવેલા રાહત પેકેજના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિમાં થયેલો વધારો મુખ્ય પરીબળ છે.

હોલિડે સિઝનને લઈને માસ્ટરકાર્ડના વરિષ્ઠ સલાહકાર અને ભૂતપૂર્વ સીઇઓ સ્ટીવ સડોવે કહ્યુ કે હોલિડે સિઝનમાં થનારી જ્વેલરીની ખરીદીને શો-રૂમ અને ઓનલાઈન એમ બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.રિટેલર જ્વેલર્સ ગ્રાહકોની જરૂરીયાત બાબતે ઘણું શીખ્યા છે.તેઓ ગ્રાહકોની જરૂરીયાતને પહોંચી વળવા સુસજ્જ બની જ્વેલરીનું વેચાણ વધારવાની નવી પધ્ધતિઓ અમલી બનાવી રહ્યા છે.જવેલરી શોખિન ગ્રાહકો ગત વર્ષ 2020ની તુલનાએ 7.6 ટકા વધુ ઓનલાઈન ખર્ચ કરે તેવી અપેક્ષા છે.જ્યારે 2020ની સરખામણીમાં જ્વેલરી સ્ટોરના વેચાણમાં 6.6 ટકાનો વધારો થવાની ધારણા છે.