જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ચીનમાં જ્વેલરીના વેંચાંણમા 99%ની જંગી વૃદ્ધિ નોંધાઈ

681
ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે સકારાત્મક અને ઉત્સાહજનક સમાચાર એ છે કે ચીનના અગ્રણી ઉદ્યોગકારો,અર્થશાસ્ત્રીઓ મજબુત અર્થતંત્રની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે વર્લ્ડ બેંકે પણ ચીનના અર્થતંત્રમાં 9.9 ટકાની વૃદ્ધિની સંભાવનાઓ વ્યકત કરી છે.

AMOND TIMES- જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ચીનમાં જ્વેલરીના વેંચાંણમા 99%ની જંગી વૃદ્ધિ નોંધાઈ છે.ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના ડેટા મુજબ ચીનમાં વર્ષ 2021ની શરૂઆતના બે મહિનામાં જ ઝવેરાત વેચાણમાં ગતિ આવી હતી અને વિક્રમ જનક 99 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

ચીનના નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના ડેટા મુજબ ગત વર્ષ 2020ના આંકડાની તુલનામાં ચાલુ વર્ષના જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન કુલ છૂટક વેચાણ 33.8 ટકા વધ્યું હતું. કોરોના મહમારી પછી વિશ્વના દેશોના અર્થતંત્રમાં ઝડપી રીકવરી આવી છે.જેને પગલે ચીનમાં વ્યાપાર ધંધા સ્થિર થવાની સાથે રોજગારી પણ વધી છે.રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનતા લોકો જ્વેલરીની ખરીદી તરફ વળતા આ પરિણામ મળ્યુ છે.

વર્ષ 2020માં લોકડાઉન વચ્ચે ચાઇનામાં ઝવેરાતનાં વેચાણમાં 7.7 ટકાનો ઘટાડો થયો હતો.જેના કારણે જ્વેલરી રિટેલરોને ભારે નુકસાન થયું હતુ.જો કે જુલાઈ મહીનાથી જ્વેલરી કારોબારમાં પુન: રીકવરી થવા લાગી હતી.પરિણામે વર્ષ 2020ના ડીસેમ્બરમાં સોના,ચાંદી અને ઝવેરાતના વેચાણમાં 11.6 ટકાનો વધારો થયો હતો.

બીજી તરફ ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે સકારાત્મક અને ઉત્સાહજનક સમાચાર એ છે કે ચીનના અગ્રણી ઉદ્યોગકારો,અર્થશાસ્ત્રીઓ મજબુત અર્થતંત્રની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે વર્લ્ડ બેંકે પણ ચીનના અર્થતંત્રમાં 9.9 ટકાની વૃદ્ધિની સંભાવનાઓ વ્યકત કરી છે.