યુનિક ID મામલે એક દીવસીય બંધમાં શહેરના જ્વેલર્સો જોડાયા

646

DIAMOND TIMES – કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર બીઆઈએસ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે.જેની સાથે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા પર હોલમાર્કિંગ યુનિક આઈડી નંબર નોંધવો પડશે.જેના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સો દ્વારા આજરોજ તારીખ 23મી ઓગસ્ટ ના રોજ એક દીવસનો બંધ પાળ્યો છે.આ બંધમાં સુરતના અંદાજે 2500 જ્વેલર્સો પણ જોડાતા ઝવેરાતના વેપારને અસર થશે.

સુરતમાં પુરતા હોલમાર્કીંગ સેન્ટર્સ છે.પરંતુ ભારતના કેટલાક રાજ્યોમાં તેની તંગી છે.જેથી હોલમાર્કિંગથી તહેવારોની સિઝનમાં સોનાના સપ્લાયને અસર થઇ શકે તેવી ભીતી સેવાઈ રહી છે.સોનાના ઘરેણાની હોલમાર્કિંગ ફરજિયાત થવાના કારણે આગામી તહેવારોની સિઝનમાં સોનાના સપ્લાયને અસર પડી શકે છે. જ્વેલર્સને ગ્રાહકોની માગ અનુસાર ઓર્ડર પૂરા કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.દેશમાં હોલમાર્કિંગના નવા નિયમ 15 જૂનથી લાગુ થઇ ચુક્યા છે.જેના કારણે 256 જિલ્લાઓમાં દરેક ઘરેણા પર હોલમાર્કિંગ ફરજિયાત બન્યું છે.સપ્ટેમ્બરથી નોન હોલમાર્ક જ્વેલરી વેચનાર જ્વેલર્સ પર દંડ લાગુ થશે.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેને કહ્યુ કે આમાં સૌથી મોટો પડકાર ભારતના કેટલાક રાજ્યોમાં હોલમાર્કિંગ સેન્ટર પુરતી માત્રામાં ન હોવાનું છે.તહેવારોની સિઝન પહેલા નવા નિયમના પાલનમાં અનેક મુશ્કેલીઓથી મોટી સંખ્યામાં જ્વેલર્સ પોતાના જ્વેલરી સ્ટોક લઇને હોલમાર્કિંગ સેન્ટર પહોંચી રહ્યાં છે.એકાએક કામનો બોજ વધી જવાના કારણે હોલમાર્કિંગમાં સરેરાશ ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે.જ્યારે પહેલા અમુક કલાકમાં જ લાગી જતું હતું.જો તેમા સુધારો નહી આવે તો જન્માષ્ટમી,દશેરા અને દિવાળી પર બજારમાં જ્વેલરી સપ્લાયને અસર પડશે.

કોમટ્રન્ડઝ રિસ્ક મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જ્ઞાનશેખર ત્યાગરાજને જણાવ્યું કે શેરબજારમાં રેકોર્ડ તેજીનો ફાયદો પણ સોનાની માગને મળશે.કેમકે શેરમાં કમાયેલા નફા સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં સોનાના રોકાણમાં આવશે.જ્યારે હોલમાર્કિંગમાં થનાર વધુ સમયથી જ્વેલરીની કિંમત નહીં વધે.પરંતુ તહેવારોની સિઝનમાં સોનાનો સપ્લાય ઘટે તો ડીલરો દ્વારા જ્વેલર્સથી સોનાના સપ્લાય પર વસૂલવામાં આવનાર પ્રિમીયમ વધી જશે.

જ્વેલર્સને તહેવારોમાં વેચાણવૃદ્ધિનો આશાવાદ
જ્વેલર્સનું કહેવું છે કે સપ્લાયમાં બ્રેક લાગશે તો ઘરેણાના વેચાણમાં શરૂઆતમાં અસરકર્તા બની શકે છે. આ વર્ષે તહેવારો પર ઘરેણાના વેચાણમાં ઉછાળો થવાની આશા છે. ગતવર્ષે કોરોનાના કારણે આકરા નિયંત્રણો અને કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચવાથઈ વેચાણ બે દાયકાના નીચલા સ્તર પર પહોંચ્યું હતું. જ્યારે અત્યારે કિંમત પણ નીચી છે. આવામાં આગામી તહેવાર અને મેરેજ સિઝનથી વેચાણમાં તેજી થવાની આશા છે.