પ્રદર્શનકારીઓની પાંખી હાજરી વચ્ચે પણ જેસીકે લગાવશે જોર

909

DIAMOND TIMES -વિશ્વના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે અત્યંત પ્રતિષ્ઠીત લાસવેગાસ પ્રદર્શનના પ્રારંભને લઈને હકારાત્મક અભિગમ છે. કોરોના મહામારીને પગલે લાગેલા પ્રતિબંધોના કારણે પ્રદર્શનકારીઓ અને મુલાકાતીઓની પાંખી હાજરી રહેવાની ધારણા છે.આમ છતા પણ સકારાત્મક માહોલ વચ્ચે કારોબારીઓ ખરીદી કરવાના મુડમાં છે. ખાસ કરીને એન્ટીક જ્વેલરીની સારી માંગ રહેવાની ધારણા છે.દરેકને આશા છે કે જેસીકે લાસવેગાસ પ્રદર્શન હીરા અને ઝવેરાત ઉદ્યોગને વધુ ગતિ આપવા મદદરૂપ નિવડશે. વધુમાં આગામી તહેવારો અને લગ્નગાળાની સિઝનને લઈને હીરા ની ડીમાન્ડમાં વૃદ્ધિ થવાની અપેક્ષાઓ છે.

વશ્વિક બજારની સકારાત્મક ચાલ વચ્ચે તૈયાર હીરાની માંગની તુલનાએ પુરવઠાની તંગીએ ડીમાન્ડ અને સપ્લાયની આદર્શ સ્થિતિનું સર્જન કર્યુ છે.જે હીરાના કારોબાર માટે અત્યંત લાભકારક છે.વૈશ્વિક બજારમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા તૈયાર હીરાના માંગ્યાદામ ચુકવ્યા સિવાય ખરીદદારોને છૂટકો જ નથી.જો બીજી તરફ નાની સાઈઝના કેટલીક કેટેગરીના તૈયાર હીરાની કીંમતોમાં મામુલી ઘટાડો નોંધાયો છે.

ફેન્સી હીરા બજારની વાત કરીએ તો સતત વધતી જતી માંગ વચ્ચે મોટાભાગના કદ અને કેટેગરીના ફેન્સી હીરાની કિંમતો મજબૂતાઈ તરફ આગળ વધી રહી છે.વળી આગામી લગ્ન ગાળાની સિઝનના કારણે ફેન્સી હીરા જડીત સગાઈ રીંગના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. ઓવલ કટ,પિયર્સ,એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડીયેન્ટસ અને માર્કીસના ઓર્ડરમાં વધારો થયો છે.

વેકેશનની સમાપ્તિ થતા બેલ્જિયમના બજારોમાં કામકાજ ફરીથી શરૂ થયા છે.વેકેશનની મોજ માણીને આવેલા વેપારી ઓ-સપ્લાયરો જેસીકે પ્રદર્શનની પ્રવૃત્તિ પર નજર કેન્દ્રીત કરીને બેઠા છે.બેલ્જિયમના અનેક વેપારીઓએ લાસવેગાસ પ્રદર્શનમાં પોતાના સ્ટોલ રાખ્યા છે.એન્ટવર્પનું રફ માર્કેટ પણ સ્થિર છે.રફ હીરાની ખરીદીના મામલે મોટા ભાગના ખરીદદારો તેની કીંમતો અંગે વધુ સાવધ બન્યા છે.

ઓગસ્ટ મહીના દરમિયાન અમેરીકા-યુરોપ,ચીન સહીત વશ્વિક બજારોમાં તૈયાર હીરા અને ઝવેરાતની માંગ થોડી ધીમી છે,જેના પગલે સુરત-મુંબઈના હીરા બજારોમાં ટ્રેડીંગ સ્થિર છે.તો કોરોના પ્રતિબંધના કારણે લાસવેગાસમાં હાજરી નહી આપી શકતા કારોબારીઓ-સપ્લાયરો ખુબ નિરાશ છે.સુરતમાં હીરાના ઉત્પાદનમાં વધારો થયો છે.આમ છતા પણ તૈયાર હીરાની પુરવઠાની તંગીના પગલે કેટલીક કેટેગરીમાં પસંદગીનો માલ શોધવો ખુબ મુશ્કેલ છે. હોંગકોંગના હીરા બજારોમાં પોલિશ્ડ ટ્રેડિંગમાં થોડો સુધારો જરૂરથી થયો છે.પરંતુ હજુ તે સામાન્ય સ્તરથી નીચે છે.0.50 થી 0.70 કેરેટમાં,D-H, VS-SI1ની કેટેગરીના હીરામાં સારી માંગ છે.પરંતુ 1 કેરેટની સાઈઝના હીરાની કીંમતો ખુબ ઉંચી હોવાથી કારોબારીઓ નાના ડોઝિયર્સ તરફ વળી રહ્યા છે.