ભારતથી અમેરીકાની સીધી ફ્લાઈટ અને B1 અને B2 વિઝા પર અમેરીકાએ મુકેલા પ્રતિબંધના કારણે અનેક ભારતિય કારોબારીઓએ લાસવેગાસ-શો માં ભાગ લેવા એડવાન્સ નાણા ભરીને કરેલા સ્ટોલ બુંકીંગ પણ કેન્સલ કરાવ્યા હોવાના અહેવાલ
DIAMOND TIMES -આગામી 27 થી 30 ઓગષ્ટ-2021 દરમિયાન નેવાડા શહેરના વેનેટીયન રિસોર્ટ એન્ડ સેન્ડસ ( VENETIAN RESORT & SANDS) ખાતે આયોજીત થનાર મહત્વપુર્ણ જેસીકે લાસવેગાસ-પર વિશ્વના હીરા અને ઝવેરાતના કારોબારીઓની નજર કેન્દ્રીત થઈ છે. પ્રતિવર્ષ આયોજીત થતા જેસીકે એક્સ્પોમાં સમગ્ર વિશ્વ માથી આશરે 20,000 થી વધુ વ્યાવસાયિકો અને ખરીદદારો ઉપસ્થિત રહેતા હોય છે.જેસીકે લાસવેગાસ-શો સમગ્ર વિશ્વના હીરા અને ઝવેરાતનાના કારોબારીઓને એક મંચ પર લાવી વ્યવસાયિક લાભની સાથે પ્રશિક્ષણ, નેટવર્કિંગ , મનોરંજન સહીતના પોગ્રામ દ્વારા હીરા-ઝવેરાત ઉદ્યોગના ભાવિને આકાર આપે છે.પરંતુ કોરોના મહામારીના પગલે જેસીકે લાસવેગાસ-શો ના આયોજનને લઈને હાલ તો અવઢવની સ્થિતી સર્જાણી છે.
એક તરફ જેસીકે લાસવેગાસ-શો ના આયોજનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.તો બીજી તરફ કોરોના સંકટના કારણે અમેરીકામાં પ્રવેશની પરવાનગી અને હવાઈ મુસાફરીની સ્થિતિ અનિશ્ચિત છે.કોરોના મહામારીના કારણે ભારત રેડ ઝોનમાં આવતુ હોવાથી અમેરીકાએ ભારતની ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો છે.જેથી જો કોઇ ભારતિય નાગરીકે અમેરીકાની મુલાકાતે જવુ હોય તો વાયા બ્રાઝીલ થઈને જવુ પડે તેમ છે.વળી બ્રાઝીલમાં પણ 15 દીવસ ફરજીયાત કોરોન્ટાઈન થયા પછી જ અમેરીકામાં પ્રવેશ આપવાના નિયમથી સમયનો મોટો વ્યય થાય એમ છે.
ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં સેલ્સ ઓફીસ ધરાવતી અગ્રણી લેબગ્રોન કંપનીના સંચાલકે નામ નહી આપવની શરતે કહ્યુ કે કોરોના મહામારીના પગલે B1 અને B2 વિઝા પર અમેરીકાએ પ્રતિબંધ મુક્યો છે. આવી સ્થિતિ વચ્ચે ભારતની બહાર ઓફીસ હોય તેવી કંપનીઓ લાસવેગાસની મુલાકાતે જાય તેવી સંભાવનાઓ પણ ખુબ જ ધુંધળી છે . ધારો કે હોંગકોંગથી કોઇ મુલાકાતી અમેરીકા જાય અને ત્યાથી પરત આવ્યા બાદ હોંગકોંગમાં ફરજીયાત 21 દીવસ સુધી કોરોન્ટાઈન રહેવા નો નિયમ છે. ઉપરાંત પાછલા અઠવાડીયામાં અમેરીકામાં કોરોનાએ ફરીથી માથુ ઉંચકતા કોરોનાની ગંભીર પરિસ્થિતી સર્જાણી છે.આ પ્રકારના તમામ નકારાત્મક પાસાઓ જોતા લાસવેગાસ-શો નું આયોજન સ્થગિત થવા ની હાલ તો ભીતી સેવાઈ રહી છે.